શોધખોળ કરો

Crime News: સુરતમાં ફરી ગેંગવોર! પેરોલ પર બહાર આવેલા આરોપીએ કર્યું ફાયરિંગ, માથાભારે શખ્સના જમાઈની હત્યા

Crime News: સુરતમાં ફરી ગેંગવોરની ઘટના સામે આવી છે. શહેરમાં માથાભારે શખ્સના જમાઈની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વાતાવરણ તણાવભર્યું બની જતા પોલીસ ગોઠવી દેવામાં આવી.

Crime News: સુરતમાં ફરી ગેંગવોરની ઘટના સામે આવી છે. શહેરમાં માથાભારે શખ્સના જમાઈની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ અંગે વિગતે વાત કરીએ તો સુરતમાં લાલગેટના ભાગાતળાવ વિસ્તારમાં રવિવારની મોડી રાત્રે ચાર રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ફાયરિંગ મીંડી ગેંગના જમાઈ ઉપર કરાયું હોવાનું સામે આવતા સુરતમાં ફરી એકવાર ગેગવોરે દસ્તક દીધી હોવાની ચર્ચાઓ બહાર આવી હતી. ફાયરિંગમાં ઘવાયેલા હાજી નામના ઈસમને તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલ ખસેડાવામાં આવ્યો હતો. જ્યાં મધરાત્રે તેમનું મોત નીપજ્યું હતું.

ફાયરિંગમાં હાજી અંજીરનું મોત

તો બીજી તરફ માથાભારે આરીફ મીંડીના જમાઇની હત્યાને લઈ વાતાવરણ તણાવભર્યું બની જતા પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. ફાયરિંગ કરનારો હત્યાનો આરોપી હોવાનું અને પેરોલ પર બહાર આવ્યા બાદ હત્યાને અંજામ આપી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાજીની હત્યા પાછળનું હજી કોઈ યોગ્ય કારણ જાણી શકાયું નથી. એટલું જ નહીં પણ ફાયરીગ હરીફ ગેગ દ્વારા કરવામાં આવ્યું હોય એમ કહી શકાય છે. ચાર રાઉન્ડ ફાયરિંગમાં હાજી અંજીરનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બિલાલ પુનાવાલા ઉર્ફે હાજી અંજીર પર ફાયરિંગ મીંડી ગેંગના ભત્રીજા દ્વારા જ કરાયું હોવાની વાત સામે આવી રહી છે. અંગત અદાવતમાં બબાલ થયા બાદ બિલાલ પુનાવાલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગ આયોજન પૂર્વક કરાતા બિલાલ પુનાવાલાનું મોત થયું છે. પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ રાત્રે દોડી આવ્યા હતા. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

કાર ચાલકે બાઈકને અડફેટે લેતા ક્લાર્કનું મોત
સુરત: બારડોલીના કડોદ ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ક્લાર્કનું મોત થયું છે. બેફામ હંકારી જતા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું છે. મૃતક ક્લાર્ક માંડવી પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા હોવાની વાત સામે આવી છે. જ્યારે આ અકસ્માતમાં તેમના પરિવારના અન્ય 3 સભ્યો સારવાર હેઠળ છે જેમાં 4 વર્ષીય પુત્રીની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. મોટર સાઈકલને અડફેટે લઈ કાર પણ રોડની સાઈડ પર પલ્ટી મારી ગઈ હતી. કારમાં સવાર બે યુવાન પૈકી એકને ગંભીર ઈજા પહોંચતા તેમને હોસ્પિટલે ખસેડાયો છે.
અમીરગઢમાં યુવકની લાશ મળી આવી

યુવકની લાશ મળી આવી

બનાસકાંઠા: અમીરગઢના ઘાટા-કાળીભાખરી પાસેથી યુવકની લાશ મળી આવી છે. યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. આ ઉપરાંત ઘટના સ્થળેથી શંકાસ્પદ બિનવારસી હાલતમાં જીપ પણ મળી આવી છે. જે વ્યક્તિના લાશ મળી છે તેની ઓળખ વેલાભાઈ સાંગીયા તરીકે થઈ છે. યુવકની લાશ મળતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા અમીરગઢ પોલીસે બનાવ સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget