શોધખોળ કરો

ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી

નિવૃત્તિના માત્ર 8 મહિના પહેલા સોલાર પ્રોજેક્ટની ફાઈલો પાસ કરવામાં લાખોની લાંચ લેતો નાયબ નિયામક એસીબીની જાળમાં ફસાયો; ઘરમાંથી નોટોના બંડલ અને સોનું મળ્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગાંધીનગરમાં ACBy વિદ્યુત નિરીક્ષકના ક્લાસ-૧ અધિકારીને ઝડપ્યા.
  • અધિકારી પાસેથી ૨.૬૪ કરોડ રોકડા, દાગીના, ૨૦૦૦ની નોટો મળી.
  • ચાઈનીઝ સોલાર પેનલ પર પ્રતિબંધ પહેલાં લાંચ લઈને મંજૂરી આપી.
  • ACB વધુ તપાસ કરી રહ્યું છે, અન્યની સંડોવણી ચકાસી રહી છે.

gandhinagar acb bribe trap: ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ભ્રષ્ટાચાર સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં ક્લાસ-1 નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા અશ્વિન ચૌધરી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. મહિને 1.70 લાખનો તોતિંગ પગાર લેતો આ લાંચિયો અધિકારી 8 મહિના પછી નિવૃત્ત થવાનો હતો, પણ તે પહેલા જ તેના પાપનો ઘડો ફૂટી ગયો. ACB ના દરોડામાં તેમની પાસેથી રોકડ અને દાગીના મળીને કુલ 2.64 કરોડ રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં રદ થયેલી 2000 રૂપિયાની નોટોના બંડલ પણ સામેલ છે.

ACB ની ટીમે અશ્વિન ચૌધરીની કારમાંથી જ 5.51 લાખ રૂપિયાની રોકડ પકડી પાડી હતી. ત્યારબાદ જ્યારે તપાસનો દોર આગળ વધ્યો, ત્યારે તેમના ગાંધીનગર અને સુરત ખાતે આવેલા રહેણાંક મકાનો પર દરોડા પાડવામાં આવ્યા. ઘરમાંથી જે મળ્યું તે જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. તપાસમાં 1.76 કરોડ રૂપિયાની કડકડતી રોકડ અને 88 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના સિક્કા, લગડીઓ અને દાગીના મળી આવ્યા છે. આટલું જ નહીં, ચલણમાંથી રદ થઈ ગયેલી 2000 રૂપિયાની નોટોના બે બંડલ પણ ઘરમાંથી મળ્યા છે.

આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા તેનો પણ ACB ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. વાત એમ છે કે, સરકારે 31 મે પછી સસ્તી ચાઈનીઝ સોલાર પેનલ વાપરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ સસ્તી પેનલો વાપરવાથી કંપનીઓને અને અરજદારોને કરોડો રૂપિયાનો ફાયદો થતો હતો. આથી, સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં સોલાર પ્લાન્ટની મંજૂરી મેળવવા માટે ફાઈલોનો રાફડો ફાટ્યો હતો. અશ્વિન ચૌધરીએ આ જ તકનો ફાયદો ઉઠાવીને સ્થળ કે નકશાની કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર જ માત્ર એક જ અઠવાડિયામાં 100 થી વધુ ફાઈલો ફટાફટ પાસ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ

નિયમો નેવે મૂકીને ફાઈલ મંજૂર કરવા માટે આ અધિકારી ફાઈલ દીઠ 4 થી 5 લાખ રૂપિયાની તગડી લાંચ લેતો હતો. કંપની અને અરજદાર સાથે જેવું સેટિંગ થાય, તે પ્રમાણે લાંચની રકમ નક્કી થતી. હવે ACB આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અશ્વિન ચૌધરીના બેંક એકાઉન્ટ, લોકર અને તેના પરિવારજનોના નામે રહેલી મિલકતોની પણ તપાસ થશે. આ ઉપરાંત, અગાઉ જે ફાઈલો ક્લિયર કરી છે તેની પણ ચકાસણી કરવામાં આવશે. આ મોટા કૌભાંડમાં લાંચ આપનારી કંપનીઓ, કચેરીનો અન્ય કોઈ સ્ટાફ કે કોઈ વચેટિયાની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.

આ પણ વાંચોઃ સુરતમાં લાંચિયો રાજ્યવેરા અધિકારી ACBના હાથે ઝડપાયો, રિફંડ માટે માંગ્યા હતા ₹15,000

Frequently Asked Questions

ગાંધીનગરમાં ACB દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી કાર્યવાહીમાં કોણ ઝડપાયા?

ગાંધીનગરમાં ACB દ્વારા વીજળી નિરીક્ષકની કચેરીમાં ક્લાસ-1 નાયબ નિયામક અશ્વિન ચૌધરી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે.

અશ્વિન ચૌધરી પાસેથી ACB એ કુલ કેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે?

ACB એ અશ્વિન ચૌધરી પાસેથી રોકડ અને દાગીના મળીને કુલ 2.64 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અશ્વિન ચૌધરી કયા કારણોસર લાંચ લેતા હતા?

31 મે પછી સસ્તી ચાઈનીઝ સોલાર પેનલ પર પ્રતિબંધ મુકાય તે પહેલાં, તેમણે સ્થળ કે નકશાની ચકાસણી કર્યા વિના જ 100 થી વધુ ફાઈલો મંજૂર કરીને લાંચ લીધી હતી.

લાંચ લેવાની પદ્ધતિ શું હતી?

નિયમો નેવે મૂકીને ફાઈલ મંજૂર કરવા માટે અશ્વિન ચૌધરી ફાઈલ દીઠ 4 થી 5 લાખ રૂપિયાની લાંચ લેતા હતા.

ટોપ સ્ટોરી

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
અભિનેતા નાના પાટેકરે બચાવવા 45 મિનિટ સુધી આપ્યું CPR, ઘરમાં બેભાન હાલતમાં મળ્યો મૃતદેહ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
Embed widget