શોધખોળ કરો

Gandhinagar murder case : કેમ કરવામાં આવી યુવકની ગોળી મારી હત્યા? કારણ જાણી ચોંકી જશો

ગાંધીનગરમાં ગોળી મારી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી સર્વેલન્સ આધારે પોલીસે આરોપીઓ પકડ્યા છે. પત્નીના પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું છે.

ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગોળી મારી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી સર્વેલન્સ આધારે પોલીસે આરોપીઓ પકડ્યા છે. પત્નીના પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું છે.  ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં આશરે 35 વર્ષીય કિરણ હીરાજી મકવાણાને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેથી ચકચાર મચી હતી. 

બે હત્યારા પલ્સર બાઇક લઈને કિરણનો પીછો કરતાં હતાં અને મોકો મળતાં જ પાછળથી ગોળીબાર કરીને નાસી ગયા હતા. આ બનાવના પગલે હાલમાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર હાથ ધર્યો હતો. ગાંધીનગરના ઈંદ્રોડાના ગામમાં રહેતાં કિરણ હીરાજી ઠાકોરના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આશરે 35 વર્ષીય કિરણ સચિવાલય ખાતે રોજમદાર તરીકે નોકરી કરતો હતો. સોમવારે સવારના સમયે કિરણ નોકરીએ જવા માટે સાયકલ લઈને ઘરેથી નિકળ્યો હતો.

સીસીટીવીના આધારે તપાસ કરતા પોલીસ મહેસાણા સુધી પહોંચી હતી. જેમા હત્યારાઓ સુધી પોલીસ પહોંચવામાં સફળતા મળી હતી. મૃતકના પરિવારના પત્ની સહિતના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા હતા . મર્ડર બાબતે પોલીસ પ્રેમ પ્રકરણ, જમીન બબાલ, કચેરીમાં કોઇ બબાલ સહિતની બાબતો ઉપર તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં પત્નીનું પ્રેમપ્રકરણ સામે આવ્યું હતું. 

Crime News: સુરતમાં હત્યાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ડીંડોલીમાં વધુ એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના નવાગામ ડીંડોલી ખાતે રહેતો યુવક રાજા વર્માની અન્ય બે યુવકો દ્વારા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. ગત મોડી રાત્રે બે યુવકો ડીંડોલીમાં રેલવે ટ્રેકની ગલીમાં રાજા વર્મા સાથે ઝઘડો કરતા હતા. આ દરમિયાન અચાનક જ બંને યુવકો રાજા વર્માને માર મારવા માંડ્યા હતા. અચાનક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવા માંડ્યા હતા. જીવણ અને સંદીપ નામના બંને યુવકોએ સાથે મળી રાજા વર્મા પર તીક્ષ્ણ હથિયાર અને ચપ્પુ વડે હુમલો કરી રાજા વર્માનું ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું હતું.

હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જીવણ અને સંદીપ રાજા વર્માને તિક્ષ્ણ હથિયાર વડે મારી રહ્યા હતા. ત્યારે રાજા વર્માનો મિત્ર સંદીપ રાય ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન હુમલો કરનાર બંને યુવકોએ આ પણ રાજા વર્માનો મિત્ર છે, એમ કહી તેની પર પણ હુમલો કર્યો હતો .જોકે સંદીપ રાય દ્વારા બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. જેથી હુમલો કરનાર બંને યુવકો ત્યાંથી નાસી છૂટયા હતા. સંદીપ રાયને પગના ભાગમાં નાની મોટી ઈજાઓ પહોંચતા તેનો જીવ બચી ગયો હતો .જોકે ત્યારબાદ સંદીપ રાય પાસેથી જાણવા મળ્યું હતું કે રાજા વર્મા અને મારનાર સંદીપ અને જીવણ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. એ બંને વચ્ચેનો કઈ બાબતનો ઝઘડો છે, એની માહિતી તો ચોક્કસથી ખબર નથી પરંતુ તેની અદાવત રાખીને જ રાજા વર્માની હત્યા કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આરોપી ના નામ

(૧) સંદિપ ઉર્ફે લેપટ્યા ઈંગલ લક્ષમણ આગળે  
(૨) જીવણ ઉર્ફે માંજરો લક્ષ્મણ ઉર્ફે લખા મંગાભાઈ ચૌહાણ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget