![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shoking : લ્યો બોલો! સુરંગ ખોદી ચોરે આખે આખું રેલવેનું એન્જિન ચોરી લીધું ને વેચીયે માર્યું
આ અંગે પ્રથમ માહિતી ત્યારે મળી હતી જ્યારે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેમની પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
![Shoking : લ્યો બોલો! સુરંગ ખોદી ચોરે આખે આખું રેલવેનું એન્જિન ચોરી લીધું ને વેચીયે માર્યું Gangs of thieves steal rail engine, unbolt steel bridge Shoking : લ્યો બોલો! સુરંગ ખોદી ચોરે આખે આખું રેલવેનું એન્જિન ચોરી લીધું ને વેચીયે માર્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/0c429caa39ad54185eabc50eccd534af166937468436775_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bihar Crime : બિહારમાં ચોરોની એક ગેંગે એક એવા કાંડને અંજામ આપ્યો છે જેના વિષે સાંભળતા જ પગ નીચેથી જમીન જ સરકી જશે. રોહતાસમાં એક લોખંડનો 500 ટન વજનનો આખે આખો પુલ જ ચોરી ગયા બાદ આ ચોર ગેંગે રેલવેનું આખે આખું એન્જિન જ ચોરી લીધું છે. એટલુ ઓછું હોય તેમ આ ચોરેલા એન્જીનને વેચી પણ માર્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે મુઝફ્ફરપુરમાં કબાડીની એક દુકાનમાંથી જપ્ત કરવામાં આવેલી અનેક થેલીઓમાંથી એન્જિનના પાર્ટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. ચોરોએ રેલવેનું એન્જિન ચોરવા માટે મસમોટી સુરંગ જ ખોદી નાખી હતી.
આ અંગે પ્રથમ માહિતી ત્યારે મળી હતી જ્યારે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેમની પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને મુઝફ્ફરપુરની પ્રભાત કોલોનીમાં સ્થિત એક ભંગારના ગોડાઉનમાંથી એન્જિનના પાર્ટસ ભરેલી 13 બોરીઓ મળી આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આશ્ચર્ય પમાડનારી વાત એ છે કે, અમને યાર્ડની નજીક એક ટનલ મળી હતી, જેના દ્વારા ચોર આવતા હતા અને એન્જિનના પાર્ટ્સની ચોરી કરતા હતા અને તેને થેલીઓમાં લઈ જતા હતા. આ આખા ઘટનાક્રમ વિશે તેમને ખબર પણ નહોતી.
અગાઉ પૂર્ણિયામાં રેલ એન્જિનની ચોરીની ઘટના ઘટી હતી
અગાઉ પૂર્ણિયામાં ઠગ લોકોએ આખું વિન્ટેજ સ્ટીમ એન્જિન વેચી દીધું હતું. લોકલ રેલ્વે સ્ટેશન પર એન્જીન જાહેર પ્રદર્શન માટે રાખવામાં આવ્યું હતું.. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આ આખી ઘટનામાં એક રેલવે એન્જિનિયર પણ સામેલ છે. અગાઉ બિહારના અરરિયા જિલ્લામાં અન્ય એક ટોળકીએ સીતાધાર નદી પરના લોખંડના પુલનું તાળું તોડી નાખ્યું હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસને એફઆઈઆર નોંધવાની અને તેની સુરક્ષા માટે એક કોન્સ્ટેબલની નિયુક્તિ કરવાની ફરજ પડી હતી.
અરરિયામાં પુલના પાટ્સ પણ ગાયબ
ફોરબિસગંજ ને રાણીગંજને જોડતા પલટાનિયા બ્રિજ પરથી કેટલાક લોખંડના સળિયા અને બ્રિજના અન્ય મહત્વપૂર્ણ ભાગોની ચોરી પણ ઝડપાઈ હતી. ફોરબિસગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી નિર્મલ કુમાર યાદવેન્દુએ ગુરુવારે જણાવ્યું હતું કે, અમે એક કોન્સ્ટેબલને પુલની સુરક્ષા માટે તૈનાત કર્યો હતો. લોખંડના પુલના ભાગોની ચોરી કરવા બદલ અમે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)