Crime News: ‘ટુવાલ પર લોહીના ડાઘ....’, સ્ટાર્ટ અપ કંપનીના CEO સૂચના શેઠે પુત્રની હત્યા બાદ કરી હતી સુસાઇડની કોશિશ
Goa Murder Case: શેઠના LinkedIn પેજ મુજબ, તે સ્ટાર્ટ-અપ 'માઇન્ડફુલ AI લેબ'ની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) છે અને 2021 માટે 'AI એથિક્સ'માં ટોચની 100 પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ છે.
Goa Murder Case: ગોવામાં ચાર વર્ષના પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલ AI સ્ટાર્ટ અપ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુચના સેઠને કોર્ટે પોલીસ કસ્ટડીમાં મોકલી છે. દરમિયાન પોલીસે દાવો કર્યો છે કે શેઠે પુત્રની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ગોવા પોલીસે આરોપી સુચના સેઠની સોમવારે રાત્રે કર્ણાટકને અડીને આવેલા ચિત્રદુર્ગમાંથી ધરપકડ કરી હતી. તેને મંગળવારે ગોવામાં લાવવામાં આવી હતી અને માપુસા શહેરની અદાલતે તેને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
કેવી રીતે કરી પુત્રની હત્યા?
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 39 વર્ષીય ઉદ્યોગસાહસિકે કેન્ડોલિમમાં એક સર્વિસ એપાર્ટમેન્ટના એક રૂમમાં તેના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી હતી, જ્યાં તે બંને 6 જાન્યુઆરીએ આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે મહિલાએ પછી કોઈ તીક્ષ્ણ વસ્તુ વડે તેના ડાબા હાથના કાંડાને કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.
અધિકારીએ જણાવ્યું હતું કે હત્યાનું કારણ હાલ જાણી શકાયું નથી, પરંતુ શેઠે પોલીસને જણાવ્યું હતું કે તે અને તેના પતિ અલગ થઈ ગયા છે અને તેમના છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે. તેણે કહ્યું, "સર્વિસ એપાર્ટમેન્ટમાં ટુવાલ પર જે લોહીના ડાઘા મળ્યા છે તે કાંડા કાપ્યા પછી નીકળેલા લોહીના છે."
#WATCH | Panaji: Goa Police takes the woman accused of killing her four-year-old son into custody and presents her before Mapusa court. https://t.co/JX2GFdT0XN pic.twitter.com/9kWksyykAf
— ANI (@ANI) January 9, 2024
પોલીસે શું કહ્યું?
પોલીસના જણાવ્યા અનુસાર, તેના પુત્રની હત્યા કર્યા પછી, સ્ટાર્ટ-અપ સીઈઓએ લાશને બેગમાં પેક કરી અને સોમવારે ટેક્સી દ્વારા બેંગલુરુ જવા રવાના થયા હતા. એપાર્ટમેન્ટનો સફાઈ કર્મચારી તે જે રૂમમાં રોકાઈ હતી તે રૂમની સફાઈ કરવા ગયો અને તેણે ટુવાલ પર લોહીના ડાઘ જોયા. સર્વિસ એપાર્ટમેન્ટ મેનેજમેન્ટે કાલંગુટ પોલીસને જાણ કરી હતી. આ રીતે ઘટના પ્રકાશમાં આવી હતી.
એક પોલીસ ઈન્સ્પેક્ટરે ટેક્સી ડ્રાઈવર સાથે ફોન પર વાત કરી જે કર્ણાટકમાં બેંગલુરુ જઈ રહ્યો હતો અને રાજ્યના ચિત્રદુર્ગ પહોંચ્યો હતો અને તેને આરોપીને નજીકના પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું હતું. કલંગુટ પોલીસની એક ટીમ ચિત્રદુર્ગ પહોંચી અને આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા, ત્યારબાદ તેને ગોવા લાવવામાં આવી
શેઠના LinkedIn પેજ મુજબ, તે સ્ટાર્ટ-અપ 'માઇન્ડફુલ AI લેબ'ની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) છે અને 2021 માટે 'AI એથિક્સ'માં ટોચની 100 પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ છે.
Goa murder | Goa court remands to six-day police custody Suchana Seth, who is accused of killing her four-year-old son
— ANI (@ANI) January 9, 2024
હત્યાનો હેતુ શું છે?
અધિકારીએ કહ્યું, હત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી. અમને આરોપીની છ દિવસની કસ્ટડી મળી છે અને અમે તેની સઘન પૂછપરછ કરીશું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે 'સોલ બનિયાન ગ્રાન્ડ' નામની આ ઈમારતના માલિકે સુરક્ષા જવાનોને સૂચના આપી છે કે કોઈને, ખાસ કરીને મીડિયાવાળાઓને અંદર ન આવવા દે.સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા, એક સ્થાનિક કેબ ઓપરેટરે કહ્યું, “શેઠે જે ટેક્સી ભાડે લીધી હતી તે સર્વિસ એપાર્ટમેન્ટની આસપાસના વિસ્તારની નહોતી. તે બીજે ક્યાંકથી આવી છે