શોધખોળ કરો

Crime News: પ્રેમીએ પરણીત પ્રેમિકા સાથે શરીર સુખ માણી કરી હત્યા, પ્રેમિકાના પતિને ફોન કરી કહ્યું.....

Crime News: પોલીસે કહ્યું આરોપી પંકજ રવિવારે રાત્રે મહિલાને તેની સાથે લઈ ગયો અને ગળું દબાવી હત્યા કરી દીધી.

Haryana Crime News: હરિયાણાના સિરસામાં આડા સંબંધમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. 28 વર્ષીય મહિલાનું અપહરણ કરીને તેની હત્યા કર્યા બાદ લાશ ખુલ્લા પ્લોટમાં ફેકી દેવામાં આવી હતી. ઘટનાને અંજામ આપનાર વ્યક્તિએ મૃતક મહિલાના પતિને ફોન કરીને ઘટનાની જાણ કરી, જે સાંભળીને તેના હોશ ઉડી ગયા. લાશ પડી હોવાની માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. મૃતક મહિલાના પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો કર્યો અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી.

શું છે મામલો

મૃતક મહિલાના પતિ જૉનીએ આરોપ લગાવ્યો કે, તેના ઘર પાસે દુકાન ચલાવતાં પંકજે તેની પત્નીની હત્યા કરી છે. જોનીએ પોલીસને જણાવ્યું, પંકજે હત્યા બાદ તેને ફોન કરીને કહ્યું તારી પત્નીની લાશ પ્લોટમાં પડી છે. જે બાદ તે ત્યાં પહોંચ્યો ત્યારે પત્નીની લાશ હતી. પત્ની પૂનમ રવિવાર સાંજથી જ ગાયબ હતી. મૃતક મહિલા અને આરોપી વચ્ચે આડા સંબંધ હોવાની વાત સામે આવી છે.

પોલીસે શું કહ્યું

પોલીસે કહ્યું કે આરોપી પંકજ રવિવારે રાત્રે મહિલાને તેની સાથે લઈ ગયો અને ગળું દબાવી હત્યા કરી દીધી. મૃતક ત્રણ બાળકોની માતા હતી. મહિલાની લાશ પડી હોવાની વાત પ્રસરતાં જ લોકો ટોળે વળ્યા હતા. ડીસીપી આર્યન ચૌધરીએ કહ્યું, જેજે કોલોનીમાં 28 વર્ષીય પૂનમની લાશ મળી છે. મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે આરોપી સામે હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

હોટલમાં લઈ જઈ માણ્યું શરીર સુખ, બાદમાં કરાવ્યું ધર્માંતરણ, નિકાહ બાદ આરોપીના પિતા અને કાકાએ કર્યુ દુષ્કર્મ

 ગત વર્ષ સુધી ગુરુગ્રામમાં કામ કરતી દિલ્હીની એક યુવતીને પહેલા નશીલી દવા પીવડાવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. બાદમાં આરોપી યુવકે બળજબરીપૂર્વક લગ્ન કર્યા બાદ છરી બતાવી યુવતીને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એટલું જ નહીં યુવતીને આરોપી યુવકના બનેવીએ બળજબરીથી ગૌમાંસ પણ ખવડાવ્યું હતું. આરોપી યુવકના પિતા, કાકા અને અન્ય ઘણા લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાની ફરિયાદ પર ગુરુગ્રામ પોલીસે ઝીરો એફઆઈઆર નોંધીને કેસને દિલ્હીના પહાડગંજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દીધો.

શું છે મામલો

પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે ગુરુગ્રામમાં કામ કરતી હતી, પરંતુ બાદમાં તેની નોકરી છૂટી ગઈ હતી. 21 જુલાઈ 2021ના રોજ ગુરુગ્રામના ઈફ્કો ચોકમાં સૈફ મોહમ્મદ નામના યુવક સાથે તેની મુલાકાત થઈ હતી. યુવકે નોકરી અપાવવાના બહાને તેનો મોબાઈલ નંબર લઈ લીધો હતો. પછી તેણે ફોન પર વાત કરી. આ દરમિયાન તેણે તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. પીડિતા અલગ ધર્મ અને જાતિની વાત કરીને પોતાની માંગને નકારતી રહી.

સૈફે રાત્રે ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો

પીડિતાએ જણાવ્યું કે 6 સપ્ટેમ્બર 2021ના રોજ સૈફ મોહમ્મદે રડતાં રડતાં કહ્યું કે તે તેને છેલ્લીવાર મળવા માંગે છે. તે બિહાર જઈ રહ્યો છે. આ સમયે તે નવી દિલ્હી સ્ટેશન પર યુવકને મળવા ગઇ હતી. અહીં યુવકે તેને નશીલો પદાર્થ પીવડાવીને દિલ્હીના પહાડગંજની એક હોટલમાં લઇ ગયો હતો. સવારે જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે સંપૂર્ણ નગ્ન હતી. જ્યારે તેણે યુવક પર બૂમાબૂમ કરી તો આરોપી સૈફે તેને જણાવ્યું કે તેણે રાત્રે ત્રણ વાર તેની સાથે રેપ કર્યો છે અને તેનો વીડિયો પણ બનાવ્યો છે. આ પછી આરોપીએ તેની સાથે અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યાંથી આરોપી બળજબરીથી તેને પોતાના બિહાર સ્થિત ઘરે લઇ ગયો હતો. ત્યાં છરીની અણીએ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન યુવકના પિતા અને અન્ય યુવકોએ પણ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. બાદમાં યુવતિને યુવકની ફોઈના ઘરે જ યુવકે બંધક બનાવી લીધી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે સૈફની કાકીએ પણ તેને બળજબરીથી ગૌમાંસ ખવડાવ્યું હતું. તેના કાકાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Embed widget