Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
બસમાં મુસાફરી કરી રહેલા ભક્તો સરોજ પુંજ અને પૂનમે જણાવ્યું કે શુક્રવારે તેઓ પ્રવાસી બસ ભાડે કરીને બનારસ અને મથુરા વૃંદાવન દર્શન માટે રવાના થયા હતા. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 60 લોકો સવાર હતા.
Burning Bus: શુક્રવાર-શનિવારની રાત્રે હરિયાણાના તાવડુ સબડિવિઝનની સીમામાંથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવે પર અગમ્ય કારણોસર ભક્તોથી ભરેલી બસમાં આગ લાગી હતી. બસમાં મુસાફરી કરી રહેલા આઠ લોકો જીવતા દાઝી ગયા હતા જ્યારે બે ડઝનથી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બસમાં આગની જ્વાળાઓ જોઈ સ્થાનિક લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી હોવાનું કહેવાય છે જેઓ મથુરા અને વૃંદાવનની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરી છે.
#WATCH | Haryana: Nuh MLA Aftab Ahmed says, "I would say that this is a very painful, sad and heart-wrenching incident. The devotees were returning from Vrindavan. The bus caught fire and several people inclduing elderly, women, and children got injured..." https://t.co/9CH49oIoMo pic.twitter.com/XRChEw2oTc
— ANI (@ANI) May 18, 2024
બસમાં મુસાફરી કરી રહેલા ભક્તો સરોજ પુંજ અને પૂનમે જણાવ્યું કે શુક્રવારે તેઓ પ્રવાસી બસ ભાડે કરીને બનારસ અને મથુરા વૃંદાવન દર્શન માટે રવાના થયા હતા. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 60 લોકો સવાર હતા. તે બધા નજીકના સગા હતા જે પંજાબના લુધિયાણા, હોશિયારપુર અને ચંદીગઢના રહેવાસી હતા. શુક્રવાર-શનિવારે રાત્રે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. રાત્રે 1.30 વાગ્યાની આસપાસ બસમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. તેણે કહ્યું કે તે આગળની સીટ પર બેઠી હતી. સ્થાનિક ગ્રામજનોની મદદથી તેઓને કોઈ રીતે બચાવી લેવાયા હતા.