શોધખોળ કરો

CRIME NEWS: અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત, રૂપિયા ચૂકવ્યાં છતા આપી રહ્યા હતા ત્રાસ

CRIME NEWS: રાજ્યમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે, વ્યાજખોરોના ત્રાસથી તંગ આવીને ઘણા લોકો આપઘાત કરી ચૂક્યા છે. જો કે, હજી પણ રાજ્યમાં વ્યાજખોરોનો આતંક અટક્યો નથી.

CRIME NEWS: રાજ્યમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે, વ્યાજખોરોના ત્રાસથી તંગ આવીને ઘણા લોકો આપઘાત કરી ચૂક્યા છે. જો કે, હજી પણ રાજ્યમાં વ્યાજખોરોનો આતંક અટક્યો નથી. હવે અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કોરોનાકાળમાં મિનરલ વોટર પ્લાન્ટનો ધંધો ઠપ્પ થતા યુવકે વ્યાજે રુપિયા લીધા હતા. જો કે યુવકે 10 લાખ રુપિયા આપી દીધા હોવા છતા 8 લાખ વધુ માંગતા યુવકે આપધાત કરી લીધો. હવે આ મામલે પોલીસે 3 લોકો સામે આત્મહત્યા અને દુશ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

18 વર્ષની પુત્રીએ ચોંકાવનારુ પગલું ભર્યું

રાજકોટ: જેતપુર તાલુકાના ચારણીયા ગામમાં યુવતીએ આપઘાત કર્યો છે. અગમ્ય કારણોસર યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી માહિતી અનુસાર યુવતીના માતા પિતા બહાર ગામ ગયા હતા અને પાછળથી યુવતીએ મોતને વહાલું કરી લીધું. આપઘાત કરનાર યુવતીનું નામ જાનકી રાજુભાઇ રાઠોડ છે. 18 વર્ષની જાનકીએ ક્યા કારણે આપઘાત કર્યો તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અંગે જેતપુર તાલુકા પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી છે.

સગીર વિદ્યાર્થીની પર અનેક વાર દુષ્કર્મ કરનાર શિક્ષકને 20 વર્ષની સજા
ખેડાના જિલ્લાના કપડવંજમાં  સગીર વિદ્યાર્થીની પર અનેક વાર બળાત્કાર કરનાર શિક્ષકને કોર્ટે આકરી સજા ફટકારી છે. નડીયાદ પોક્સો કોર્ટે આ હવસખોર શિક્ષકને 20 વર્ષની સજા અને 6.30 લાખનો દંડ ફટકાર્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામના શિક્ષક મહેશ પટેલે સગીર વિદ્યાર્થિનીને કારમાં બેસાડી ખેતરમાં લઈ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આ હવસખોર શિક્ષકે  ભોગ બનનાર વિદ્યાર્થિનીને ધમકી પણ આપી હતી કે કોઈને કહીશ તો તેને મારી નાખશે. આ કેસમાં નડીયાદ પોક્સો કોર્ટે  35 જેટલા દસ્તાવેજી તેમજ 12 મૌખિક પુરાવાને ધ્યાને લઈ દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે. 

5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર 40 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદની સજા
મહેસાણામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. મહેસાણાના વિજાપુર તાલુકાના એક ગામમાં વર્ષ 2020માં 5 વર્ષ અને 8 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં  40 વર્ષીય આરોપી પટેલ વિક્રમ સોમાભાઇ  બાળકીને ફટાકડા લઈ આપવાની લાલચ આપી એક્ટિવા પર લઈ ગયો હતો અને ગામની સીમમાં લઈ જઈ આ માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો

Shrawan 2022: પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે કરો આ 3 ટોટકા, દરેક કામ થશે સફળ

Gujarat Election : રાહુલ ગાંધી અમદાવાદમાં કરી શકે છે રોડ શો, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

Congress : તૂટી રહી છે કોંગ્રેસ, છેલ્લા 8 મહિનામાં 8 મોટા નેતાઓએ છોડી પાર્ટી, 4 તો કેન્દ્રીય મંત્રી હતા

PM Modi Gujarat Visit LIVE: આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, અમદાવાદને આપશે આ ભેટ

Supreme Court : આજે શપથ લેશે જસ્ટિસ લલિત, કાર્યકાળ દરમિયાન મુખ્યત્વે આ 3 સુધારાની કરી જાહેરાત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ

વિડિઓઝ

CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી
Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સુરક્ષા સંદેશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget