CRIME NEWS: આણંદમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, દોઢ વર્ષ પૂર્વે જ થયા હતા લગ્ન
આણંદ: આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે પરિણિતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પરણિતાનાં દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા. અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
આણંદ: આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે પરિણિતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પરણિતાનાં દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા. અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આત્મહત્યા કરી છે કે હત્યા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા હતા.
સુરતમાં માનસિક બીમાર યુવતી સાથે યુવકે શારીરિક છેડતી કરતા ખળભળાટ
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં માનસિક બીમાર યુવતી સાથે શારીરિક છેડતીની ઘટના બની છે. ભાઈ બહેન બહાર જવા નીકળ્યા હતા ત્યારે બિલ્ડીંગની નીચે ભાઈ માનસિક બીમાર બહેનને ઉભી રાખી પાન ખાવા ગયો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે માનસિક બીમાર બહેન સાથે છેડતી કરી હતી. સમગ્ર મામલે ઉમરા પોલીસને જાણ કરાતા પોલીસે છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી છે.
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ એક બિલ્ડિંગમાં ભાઈ બહેન રહે છે. બહેન માનસિક બીમાર છે. બંને ભાઈ બહેન એક સાથે બહાર જવા નીકળ્યા હતા ત્યારે ભાઈને પાન ખાવું હોવાથી બહેનને બિલ્ડીંગના નીચે જ ઉભી રાખી પાન ખાવા ગયા હતા. પાન ખાઈ પરત ફરતા બહેન બિલ્ડિંગ નીચે મળી આવી ન હતી ભાઈએ આજુબાજુના વિસ્તારમાં બહેનની શોધખોળ હાથ ધરી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ હાલતમાં બહેન મળી આવી હતી. માનસીક બીમાર બહારના શરીર પર લાલ ચમાકા જેવા નિશાન જોવા મળી આવ્યા હતા જેને જોતા ભાઈ ચોકી ઉઠ્યો હતો.
સમગ્ર મામલે છેડતીનો ભોગ બનનાર યુવતીના ભાઈએ ઉમરા પોલીસ મથકે જાણ કરી હતી. ઉમરા પોલીસે ગંભીરતા દાખવી અજાણ્યા ઈસમ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં 31 વર્ષીય ઓમ પ્રકાશ શર્મા નામના યુવકે માનસિક બીમાર યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો ખુલાસો થયો હતો. આરોપી ઓમ પ્રકાશ શર્માએ યુવતી માનસિક બીમાર હોવાથી તેનો લાભ ઉઠાવ્યો હતો અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસે યુવતીના ભાઈની ફરિયાદ લઈ આરોપી વિરોધ ઝડપથી ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં મહિલાનો ચોંકાવનારો આક્ષેપ
રાજકોટમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવતા કહ્યું કે, મારો પતિ દારૂનો નશો કરી અકુદરતી સેક્સ માણે છે. આ ઉપરાંત પ્રાઈવેટ પર પાર્ટ પર માર મારતો હોવાનો આરોપ લગાવ્યો છે. આ મહિલાના સંતાનોમાં બે દીકરીઓ છે. પોતાનો પતિ મોબાઈલમાં બીભત્સ વીડિયો જોઈને વિચિત્ર માંગ કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ ઉપરાંત સગીર દીકરીઓની હાજરીમાં જાતીય સંબંધ બાંધવાની માંગ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. પરિણીતાના આક્ષેપ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.