Suicide Case: પત્નીએ ચિકન કરી બનાવવાની મનાઇ કરી તો નારાજ પતિએ ઉઠાવ્યું ઘાતક પગલું
મૃતક પવન ચિકન લઈને ઘરે પહોંચ્યો અને તેની પત્ની પ્રિયંકાને તેને ચિકન કરી બનાવવા કહ્યું. પરંતુ પત્નીએ ચિકન કરી બનાવવાનો ઇન્કાર કરી દીધો. બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
Suicide Case:મૃતક પવન ચિકન લઈને ઘરે પહોંચ્યો અને તેની પત્ની પ્રિયંકાને તેને ચિકન કરી બનાવવા કહ્યું. પરંતુ પત્નીએ ચિકન કરી બનાવવાનો ઇન્કાર કરી દીધો. બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
ઝાંસીમાં આત્મહત્યાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ આત્મહત્યા કરી કારણ કે તેની પત્ની ચિકન કરી બનાવવાની મનાઇ કરી દીધી. . પત્નીએ ચિકન કરી ન બનાવતાં પતિને એટલો દુઃખ થયો કે તેણે આત્મહત્યા કરી લીધી. પતિએ દરવાજા પાસે ખીંટી પર લગાવેલા દુપટ્ટો વડે ફાંસો ખાઈ લીધો. મોતના સમાચાર મળતા જ ઘરમાં હોબાળો મચી ગયો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિજનોને સોંપી દીધો છે.
આત્મહત્યા કરનાર વ્યક્તિનું નામ પવન કુમાર છે, જેની ઉંમર 36 વર્ષ હોવાનું કહેવાય છે. તે પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના હંસારમાં હતો. પવનના મોટા ભાઈ કમલેશ શાક્યએ જણાવ્યું કે, પવન ફર્નિચરનું કામ કરતો હતો. તેના લગ્ન લગભગ 4 વર્ષ પહેલા પ્રિયંકા સાથે થયા હતા. બુધવારે રાત્રે પવન ચિકન લઈને ઘરે પહોંચ્યો અને તેની પત્ની પ્રિયંકાને તેને ચિક કરી બનાવવા કહ્યું. અનેક વખત પૂછવા છતાં પ્રિયંકાએ ચિકન રાંધ્યું ન હતું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી પ્રિયંકા બીજા રૂમમાં જઈને સૂઈ ગઈ. અહીં પવને તેના રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો બાદ દુપટ્ટાથી ગાળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી.
મોટા ભાઈ કમલેશના જણાવ્યા મુજબ બુધવારે રાત્રે તે ટેરેસ પર સૂતો હતો. રાત્રે લગભગ 1 વાગે તે નીચે આવ્યો ત્યારે પવન રૂમનો દરવાજો ખોલતો ન હતો. તેણે તેની દસ વર્ષની દીકરીને જોવાનું કહ્યું. દીકરીએ કાકાને ફાંસીમાં લટકતા જોઇ દંગ રહી ગઇ.
ઘણી કોશિશ બાદ જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો તો જાણવા મળ્યું કે પવને લગભગ 6 ફૂટ ઉંચા ખીંટી પર લટકીને ફાંસો ખાઈ લીધો હતો. પવનને બે વર્ષની પુત્રી છે. મૃત્યુ પછી ઘરમાં શોક વ્યાપી ગયો છે.
Crime News: સુરતના અમરોલીમાં હેર ટ્રીટમેન્ટના નામે સગીરાની છેડતી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
સુરતના અમરોલીમાં સગીરાની છેડતી કરવાનો પ્રયાસ કરવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના અમરોલી છાપરાભાઠામાં શખ્સે હેર ટ્રીટમેન્ટના બહાને ઘરે આવી સગીરાની સાથે અડપલા કર્યા હતા. બાદમાં સગીરાને કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ અંગે પીડિતાના પરિવારે અમરોલી પોલીસમાં અરજી આપી હતી. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. અરજીના આધારે તપાસ કરી અમરોલી પોલીસે છેડતી અને પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
Surat: પાંડેસરામાં 15 વર્ષીય કિશોરીનો આપઘાત, ઘરમાં પંખા પર સાડી બાંધીને ખાધો ગળાફાંસો
Surat: સુરતના પાંડેસરામાંથી એક કિશોરીએ આપઘાત કરીને પોતાનું જીવન ટુંકાવી દીધુ છે. અહીં 15 વર્ષીય કિશોરીએ માતા પિતા નોકરી ગયા હતા આ દરમિયાન તેને ઘરમાં પંખા સાથે સાડી બાંધીને ગાળાફાંસો ખાઇ લીધો હતો.
સુરતના પાંડેસરા 15 વર્ષીય કિશોરી આપઘાત કરી લીધો છે, સીતાનગરમાં રહેતી પૂજા ગૌન્ડ નામની કિશોરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કિશોરીના માતા-પિતા નોકરી ગયા હતા, તે દરમિયાન તેને ઘરમાં પંખા વડે સાડી બાંધીને આપઘાત કર્યો હતો. કિશોરીએ આમ અચાનક આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ ઘટના બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી કરીને કિશોરીના મૂર્તદેહને પીએમ અર્થ મોકલવામાં આવ્યો હતો. કિશોરીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.