![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CRIME NEWS : કોન્ટ્રાક્ટર ખુલ્લી તલવાર સાથે કારખાનામાં ઘુસી ગયો અને કારખાનાના ભાગીદારોને ધમકાવ્યાં, જાણો શું છે મામલો
Morbi News : નારાજ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી.
![CRIME NEWS : કોન્ટ્રાક્ટર ખુલ્લી તલવાર સાથે કારખાનામાં ઘુસી ગયો અને કારખાનાના ભાગીદારોને ધમકાવ્યાં, જાણો શું છે મામલો Morbi News A ceramic factory contractor in Morbi stormed into the factory with a sword and threatened factory partners CRIME NEWS : કોન્ટ્રાક્ટર ખુલ્લી તલવાર સાથે કારખાનામાં ઘુસી ગયો અને કારખાનાના ભાગીદારોને ધમકાવ્યાં, જાણો શું છે મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/27/2245b4609ad3dbfcbac78408ded6517d1661620722886392_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Morbi : મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં હાલ એક મહિનાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આજે પીપળી રોડ પર આવેલ સ્પેન્ટાગોન સિરામિક ફેક્ટરીનો કોન્ટ્રાકટર ખુલ્લી તલવાર લઈને કારખાનામાં ધસી ગયો હતો અને કારખાનાના ભાગીદારોને ધમકાવી કોન્ટ્રાકટ બાબતે ધાક ધમકીઓ આપી હતી. આ ઘટના બાબતે નારાજ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
ઉદ્યોગપતિઓ પોલીસ મથકે દોડી ગયા
સ્પેન્ટાગોન નામની ફેકટરીમાં જનરેટર કોન્ટ્રાકટ ચલાવતો ઇસમ રણદીપ ખુલ્લી તલવાર સાથે ફેકટરીમાં આવીને કોન્ટ્રાકટ મામલે કારખાનાના ભાગીદારો સાથે બોલાચાલી કરી હતી અને આતંક મચાવ્યો હતો જે લુખ્ખાગીરી અને ધાકધમકીથી ભોગ બનેલા ઉદ્યોગપતિઓ તેમજ સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, યુવા અગ્રણી અજયભાઈ લોરિયા તેમજ મોટી સંખ્યામાં સિરામિક ઉધોગપતિઓ તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા.
શટડાઉન હોવાથી કોન્ટ્રાકટ પડતો મુકવાની વાત હતી
મામલે સ્પેન્ટાગોન ફેકટરીના ભાગીદાર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે રણદીપ જનરેટરનો કોન્ટ્રાકટ ચલાવે છે અને હાલ શટડાઉન લીધું હોવાથી કોન્ટ્રાકટ મુકાવવાની વાત હતી. જેથી કોન્ટ્રાકટરે ખુલ્લી તલવાર સાથે આવીને મારો કોન્ટ્રાકટ જ ચાલુ રહેશે અને મારો માણસ ત્યાંથી હટશે નહિ કહ્યું હતું અને પેમેન્ટ આપવા જણાવ્યું હતું.
જોકે કોન્ટ્રાકટરને કોઈ પેમેન્ટ ચુકવણી બાકી ન હોય જેથી ફેકટરીના ભાગીદારે પેમેન્ટ બાકી નથી કહ્યું હતું જેથી હથિયાર લઈને આવી લુખ્ખા તત્વની જેમ આતંક મચાવી ભયનો માહોલ ઉભો કર્યો હતો.
કડક કાર્યવાહી કરી ઉદ્યોગપતિઓને સુરક્ષા આપવા માંગ
ભોગ બનનાર ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે કારખાનામાં આવા લુખ્ખા તત્વો હુમલો કરે તો બિઝનેસ કેમ કરવો ? અમારી સુરક્ષા શું ? તેવા અણીયારા સવાલો ઉઠાવ્યા હતા
ઘટનાને પગલે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ તેમજ સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશ કુંડારિયા પણ પોલીસ મથક દોડી ગયા હતા જ્યાં તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રકાશભાઈ અને પીન્ટુભાઈ કારખાને હોય ત્યારે હથિયાર સાથે આવી હુમલાનો પ્રયાસ કર્યો હતો જે ઘટના દુખદ છે. કોન્ટ્રાકટર હુમલો કરે તો ઇન્ડસ્ટ્રીઝ કેમ ચલાવવી જેથી આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરી ઉદ્યોગપતિઓને સુરક્ષા આપવા માંગ કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)