શોધખોળ કરો

Mumbai: આલિશાન હોટેલમાં ચાલતું હતું સેક્સ રેકેટ, ભોજપુરી એક્ટ્રેસની ધરપકડ, આ રીતે થયો પર્દાફાશ

મુંબઈમાં એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે આ કેસમાં એક ભોજપુરી અભિનેત્રીની ધરપકડ કરી છે જ્યારે ત્રણ મોડલનું રેસ્ક્યુ કરાયું હતું.

Mumbai News:મુંબઈમાં એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે આ કેસમાં એક ભોજપુરી અભિનેત્રીની ધરપકડ કરી છે જ્યારે ત્રણ મોડલનું રેસ્ક્યુ કરાયું  હતું.  ત્રણ દિવસ પહેલા પણ પોલીસે ગોરેગાંવમાં જ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

મુંબઈ પોલીસે ગોરેગાંવમાં એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં એક ભોજપુરી અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ત્રણ મોડલને રેસ્ક્યુ કરાઇ  હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે ગોરેગાંવની એક આલીશાન હોટલમાં એક સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં એક અગ્રણી ભોજપુરી અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી હતી.

એક અધિકારીએ જણાવ્યું કે, ગુપ્ત માહિતીના આધારે પોલીસના એન્ફોર્સમેન્ટ સેલ (એન્ફોર્સમેન્ટ સેલ)ની એક ટીમે સાંજે હોટલના રૂમમાં દરોડો પાડ્યો હતો. તેણે કહ્યું કે 24 વર્ષીય ભોજપુરી અભિનેત્રી ત્રણેય મોડલ માટે એજન્ટ તરીકે કામ કરી રહી હતી જેને બચાવી લેવામાં આવી હતી.

ત્રણ દિવસ પહેલા પણ તેનો પર્દાફાશ થયો હતો

અધિકારીએ ઉમેર્યું હતું કે, ભોજપુરી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત, અભિનેત્રી હિન્દી, પંજાબી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં OTT શો અને આલ્બમ્સમાં પણ જોવા મળી છે. પોલીસે આ મામલે FIR નોંધી છે.આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 11 એ ગોરેગાંવમાં જ વધુ એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં બે મોડલને બચાવી લેવામાં આવી હતી જ્યારે 30 વર્ષની મહિલા કાસ્ટિંગ ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.   

Surat: સગા ફોઈના દીકરાએ પ્રેમસંબંધમાં બહેનને ઝેરી દવા પીવડાવી હત્યા કરી

Surat: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલી યુવતીના મોતના મામલામાં મોટો ખુલાસો થયો છે. માંડવીના પુના ગામની યુવતીનો બારડોલીના મોરી ઉછરેલ ગામથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. સગા ફોઈના દીકરાએ પ્રેમ સંબંધમાં હત્યા કરી યુવતીને લટકાવી દીધી હતી.

જુનિયર ક્લાર્કની પરીક્ષાના દિવસે યુવતી પરીક્ષા આપવા જવાનું કહી નીકળી હતી. જે બાદ અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી સગા ફોઈના દિકરાએ હત્યા કરી હતી. હત્યા પહેલા યુવતીને ઝેરી દવા પીવડાવી બાદમાં તેના જ દુપટ્ટા વડે લટકાવી દીધી હતી. હત્યા બાદ યુવતીના મોબાઈલ પરથી તેણીના પિતાને આત્મહત્યા કરું છું એવો પોલીસને ગેર માર્ગે દોરવા મેસેજ કર્યો હતો. પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવવાની લાલચ આપી હોટલમાં લઇ ગયો યુવક

સુરતના લિંબાયતમાં પાડોશી યુવકે કિશોરી પર દૂષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. યુવકે તેના પાડોશમાં રહેતી કિશોરીની સાથે પહેલા મિત્રતા કરી ત્યારબાદ સોશિયલ મીડિયામાં વીડિયો મોકલી લલચાવી ફોસલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તે સિવાય આરોપીએ પીડિતાને ઇન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી આપવાની લાલચ આપી ડીંડોલી વિસ્તારમાં આવેલ હોટલમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરી સાથે દૂષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે યુવક પીડિતાને ત્રણ વખત હોટલમાં લઇ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી આરોપીએ પીડિતાને આ વાત ની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે કિશોરીએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પત્નીના પ્રથમ લગ્ન અને પરપુરુષ સાથેના સંબંધો DNAમાં આવ્યા બહાર

10 વર્ષના લગ્નજીવન બાદ પતિએ પત્ની સામે દુષ્કર્મ કેસ દાખલ કરવા અદાલતમાં દાદ માગી ફરિયાદ નોંધાવી છે. પત્નીએ પોતાના પહલા લગ્ન છુપાવીને બીજા લગ્ન કરી બે સંતોનની માતા બાદ પતિને પહેલાં લગ્નની જાણ થઈ હતી. સમગ્ર ઘટના અંગે તપાસ કરાવતાં પોતાના લગ્ન બાદ થયેલાં બે સંતાનો પૌકી એક સંતાન કોઈ ત્રીજા વ્યક્તિનું હોવાનું ડીએનએ ટેસ્ટમાં બહાર આવતાં પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વડોદરા શહેરમાં અને સમગ્ર દેશમાં કાર્યરત વડોદરાની સંસ્થા સેવ ઈન્ડિયા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા પત્ની પીડિતા પુરુષોને ન્યાય અપાવવા કામગીરી કરવામાં આવે છે. પોલીસે યુવાનની ફરિયાદ ન સ્વીકારતાં તેમણે સંસ્થાની મદદથી અદાલતનું શરણું લીધું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદનHMPV Virus Cases: અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, 9 માસનું બાળક સંક્રમિતGujarat Government: બાળકો માટે મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગ પર નિયંત્રણના નિર્ણયને વાલીઓએ આવકાર્યોAhmedabad News: બાકરોલમાં અસામાજિક તત્વોનો આતંક, ખનીજ ચોરીની ફરિયાદની અદાવતમાં હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Embed widget