Navsari : ઘરે ટીવી જવા આવેલી સગી ભત્રીજીને કાકાએ બનાવી હવસનો શિકાર, કેવી રીતે ફૂટ્યો ભાંડો?
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સગી ભત્રીજી પર કાકાએ દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગા કાકાએ એમની સગીર ભત્રીજી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
નવસારીઃ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સગી ભત્રીજી પર કાકાએ દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સગા કાકાએ એમની સગીર ભત્રીજી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 19 વર્ષીય યુવકે ઘરે ટીવી જોવા આવતી બાળા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને ગર્ભવતી બનાવી દેતા પરિવારજનોએ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
વાંસદા પોલીસે આરોપીને ધરપકડ કરી પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Vadodara : 'હું ફિમેલમાંથી મેલ બન્યો છું, હું મારી પત્ની સાથે અકુદરતી શારીરિક સંબંધ બાંધી શકું તે માટે સક્ષમ જ નથી'
વડોદરાઃ શહેરની એક પરણીતા દ્વારા પોતાના પતિએ પોતે સ્ત્રીમાંથી પુરુષ બન્યો હોવાની વાત છૂપાવી લગ્ન કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે. ત્યારે હવે તેના પતિએ મીડિયા સામે ખુલાસો કર્યો છે. હું ફિમેલમાંથી મેલ બન્યો છું. 1996થી સેક્સ ચેન્જની પ્રક્રિયા શરૂ કરી હતી. ફરિયાદી મહિલા સાથે 9 વર્ષથી લગ્ન કર્યા છે. મારી પત્નીને મારા વિશે અગાઉથી જ ખબર હતી. મારા માતા પિતા સાઉદી આરબમાં ડોકટર છે. મારા અન્ય એક મહિલા સાથે પણ સંબંધ છે. હું મારી પત્ની સાથે અકુદરતી સેક્સ કરી શકું તે માટે સક્ષમ જ નથી. મેં મારી પત્ની ને ભાયલી માં મકાન અપાવ્યું છે. એના નામ પર લોન લીધી નથી અમારો સંયુક્ત બિઝનેસ કરવા લોન લીધી છે.
એક સ્ત્રીએ જ સ્ત્રી નું જીવન બરબાદ કર્યા નો દેશનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીના ડોક્ટરે સેક્સ ચેન્જ કરી મહિલા સાથે લગ્ન કર્યા. સમગ્ર મામલે ફરિયાદી મહિલાના વકીલ સિદ્ધાર્થ પવારનું નિવેદન. આ દેશનો પ્રથમ કિસ્સો કહી શકાય. કોવિડ કાળ માં આરોપીએ શરીર ના ઉપર ના ભાગે સર્જરી કરાવી.
લગ્ન બાદ શરીર ના નીચેના ભાગે સર્જરી કરાવી. આરોપી મહિલા ને બહાના બતાવતો હતો. આરોપીના અન્ય મહિલા સાથે ના સબંધ બાદ ફરિયાદી મહિલાને શક ગયો. આરોપી ના ગાડી માંથી સેક્સ ચેન્જ કર્યા ની ફાઇલ મળતા ભાંડો ફૂટ્યો. આરોપીની ગોત્રી પોલીસે કરી ધરપકડ. આરોપી સામે આઇ.પી.સી 406,420,294ખ,377,506-2 અને 120 બી હેઠળ ગુનો નોંધાયો. આરોપીના પરિવાર સામે પણ ગુનો નોંધાયો.
વડોદરાની વિધવા યુવતીને મેટ્રિમોનિયલ સાઇટ પરથી લગ્ન કરવા ભારે પડી ગયા છે. યુવતીએ જેની સાથે લગ્ન કર્યા હતા તે ટ્રાન્સજેન્ડર નીકળતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુવતીએ દિલ્હીના ટ્રાન્સજેન્ડર પતિ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી છે. સ્ત્રીમાંથી પુરુષ બની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કર્યા. પતિના મૃત્યુ પછી પુત્રીના ભવિષ્ય માટે બીજા લગ્ન કર્યા અને પતિ ટ્રાન્સજેન્ડર નીકળ્યો. મેટ્રિમોનિયલ સાઇટ ઉપર મહિલાએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સાઇટ દ્વારા દિલ્હીના ડોક્ટર સાથે 2014માં લગ્ન કર્યા. આ સમયે કેન્દ્રીય મંત્રીનો સાવકો પુત્ર હોવાનું જણાવ્યું હતું. મહિલાએ સમગ્ર મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી પતિની વડોદરા પોલીસે દિલ્હી પહોંચી ધરપકડ કરી છે. આરોપીને આજે વડોદરા લાવવામાં આવશે.