શોધખોળ કરો

નિધિ ગુપ્તાની હત્યા કરનાર આરોપી લખનઉથી ઝડપાયો, પોલીસે પગમાં મારી ગોળી

Dubagga Girl Murder Case: આરોપી પર 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પીડિતાના પરિજનોએ આરોપી સુફિયાન પર નિધિને છત પરથી ફેંકવાનો આરોપ લગાવ્યો હતો.

Dubagga Girl Murder Case: લખનૌના નિધિ ગુપ્તા હત્યા કેસમાં ફરાર ઇનામી આરોપી સુફિયાનને લખનઉ પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી છે. ધરપકડ દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગી હોવાની ખબર સામે આવી છે. લખનઉ પોલીસની દુબગ્ગા વિસ્તારમાં સુફીયાન સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન તેને પગમાં ગોળી વાગી હતી. જેના કારણે તે ઘાયલ થયો હતો. આરોપી સુફીયાન પર 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પીડિતાના પરિજનોએ આરોપી સુફિયાન પર નિધિને છત પરથી ફેંકવાનો આરોપ લગાવ્યો હતો.

નિધિ ગુપ્તાના મોત બાદ લખનઉ પોલીસ સુફિયાનની ધરપકડ માટે સતત દરોડા પાડી રહી હતી. આ મામલે સતત તપાસ ચાલી રહી હતી. ફોનના છેલ્લા લોકેશન પરથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. જે દુબગ્ગા વિસ્તારનું સામે આવ્યું હતું. પોલીસ લોકેશન પર પહોંચતા જ સુફિયાને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સાથેના આ અથડામણ દરમિયાન પોલીસે તેને પગમાં ગોળી મારી  હતી અને તેની ધરપકડ કરી લીધી હતી.

શું છે સમગ્ર મામલો

19 વર્ષીય નિધિના બોયફ્રેન્ડ સુફિયાન પર તેને ચોથા માળેથી નીચે ફેંકવાનો આરોપ છે. પ્રેમ પ્રકરણના કારણે પ્રેમીએ નિધિને નીચે ફેંકી દીધી હતી. જેનું સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં મોત નીપજ્યું હતું. આ મામલે લવ જેહાદનો એંગલ પણ સામે આવ્યો છે. પોલીસે પરિવારજનોની ફરિયાદ પરથી સુફીયાન સામે ગુનો નોંધ્યો હતો. કેસ નોંધ્યા બાદ આરોપીની સતત શોધખોળ ચાલી રહી હતી. આ ઘટના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારના બસંત કુંજ યોજના સેક્ટર એચની છે.

સુફીયાન પર 25 હજારનું ઈનામ હતું

પોલીસ કમિશનરેટ લખનઉએ અગાઉ કહ્યું હતું કે કલમ 302 અને 3/5(1) હેઠળ આરોપી સુફિયાન વિશે માહિતી આપનારને 25,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આ માટે લખનઉ પોલીસ કમિશનરેટ દ્વારા નંબર પણ જારી કરવામાં આવ્યા હતા. જોકે, હવે પોલીસે લોકેશન ટ્રેસ કરીને આરોપીની ધરપકડ કરી છે. મૃતકની માતાની ફરિયાદના આધારે સુફીયાન સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?

મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Embed widget