Crime News: અમદાવાદની યુવતી સાથે ભુજના રિસોર્ટમાં બળાત્કાર, દુષ્કમનો આરોપ લાગતા યુવકે ખાધો ગળેફાંસો
Crime News: ભુજનાં સેડાતા પાસે આવેલા ખાનગી રિસોર્ટમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમદાવાદની યુવતી સાથે રિસોર્ટમાં બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલમાં દુષ્કર્મ પીડિતા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ છે.
![Crime News: અમદાવાદની યુવતી સાથે ભુજના રિસોર્ટમાં બળાત્કાર, દુષ્કમનો આરોપ લાગતા યુવકે ખાધો ગળેફાંસો Physical abuse of Ahmedabad girl in Bhuj's resort Crime News: અમદાવાદની યુવતી સાથે ભુજના રિસોર્ટમાં બળાત્કાર, દુષ્કમનો આરોપ લાગતા યુવકે ખાધો ગળેફાંસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/f5e22cae970d4430de877466c093878d1683266996455645_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Crime News: ભુજનાં સેડાતા પાસે આવેલા ખાનગી રિસોર્ટમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમદાવાદની યુવતી સાથે રિસોર્ટમાં બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલમાં દુષ્કર્મ પીડિતા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ છે. તો બીજી તરફ જેમના પર બળાત્કારનો આરોપ છે તે દિલીપ આહીર નામના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં આ મામલે માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં સગા બાપે દીકરી પર ગુજાર્યો બળાત્કાર
અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પિતા અને દીકરીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક સગા બાપે તેની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી દીકરી અને પિતાના સંબંધને લાંછન લગાડ્યું છે. હદ તો ત્યારે વટાવી નાખી જ્યારે દીકરીના લગ્ન બાદ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો રહ્યો. અંતે પીડિત દીકરીએ પિતાના ત્રાસથી કંટાળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જે બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે
"મેં કુછ ગલત નહીં કર રહા, અગર યે બાત કિસી ઔર કો બતાયેગી, તો કોઈ યકીન નહીં કરેગા". આ શબ્દો કહેતા- કહેતા નરાધમ પિતા પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારતો રહ્યો. આરોપી સગા બાપે તેની 20 વર્ષની દીકરી સાથે શારીરિક સંબંધ બાંઘ્યો અને ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. જ્યારે પીડિત દીકરી તેના પિતાને ના કહેતી ત્યારે ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપતો. માત્ર આટલું જ નહીં, જ્યારે પીડિત દીકરી સંબંધ બાંધવાની ના પાડતી ત્યારે તેની નાની બહેનો સાથે પણ આ જ પ્રકારે બળાત્કાર ગુજારવાની ધમકી આપતો. બસ આ જ વાતનો ફાયદો લઈ તેનો પિતા અવારનવાર બળાત્કાર ગુજારતો રહ્યો
નરાધમ પિતાએ હદ તો ત્યારે વટાવી દીધી જ્યારે લગ્નના 7 મહિના થયા બાદ પણ તેની દીકરી સાથે શારીરિક સંબંધ યથાવત રાખ્યો. ચાલુ વર્ષે રમજાન મહિનામાં જ્યારે દીકરી ઘરે આવી હતી ત્યારે પવિત્ર રમજાન માસમાં પણ નિષ્ઠુર બનેલો બાપ તેની કરતૂત ભૂલ્યો ન હતો અને બળાત્કાર ગુજારવાનું ચાલુ રાખ્યું. આરોપી પિતાને પીડિત યુવતી સાથે કુલ પાંચ દીકરીઓ છે. જેની સાથે પણ આરોપી પિતા દુષ્કર્મ કરવાની ધમકી આપતો રહેતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)