શોધખોળ કરો

CRIME NEWS: ખંભાળિયામાં લવ જેહાદનો ચોંકાવનારો મામલો આવ્યો સામે, વિધર્મી યુવકે દુષ્કર્મ આચરી યુવતી ગર્ભવતી બનાવી

CRIME NEWS: દ્વારકાના ખંભાળિયામાં લવ જેહાદનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જામનગરની યુવતીને વિધર્મી શખ્સે લલચાવીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની વાત સામે આવી છે.

CRIME NEWS: દ્વારકાના ખંભાળિયામાં લવ જેહાદનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જામનગરની યુવતીને વિધર્મી શખ્સે લલચાવીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની વાત સામે આવી છે. દુષ્કર્મ બાદ ગર્ભવતી બનેલી યુવતીને તરછોડી દેતા યુવાન તથા પરિવારજનો સામે ગુનો નોંધાયો છે. સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે યુવતીની ફરિયાદ પરથી  આઈ.પી.સી. કલમ 376 (એન), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના યુવકે અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો

 અમદાવાદમાં સગીર સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ દુષ્કર્મ કરી રૂપિયા પડાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પબ્જી ગેમ દ્વારા જૂનાગઢના યુવકે મિત્રતા કરી હતી. ત્યાર બાદ અમદાવાદ આવી સગીરા સાથે દુષ્કર્મ કરી વીડિયો બનાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકે સગીરા પાસેથી 62 હજાર રુપિયા પડાવ્યા હતા. ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

હાથ પર સુસાઈડ નોટ લખી મહિલાએ કર્યો આપઘાત

સુરતના મહિલાની આત્મહત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.  મહિલાએ સુસાઈડ નોટમાં લખ્યું કે, 'મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી'  પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો છે. તો બીજી તરફ પોલીસે પત્નીને આપઘાત કરવા મજબૂર કરનાર પતિની ધરપકડ કરી છે. મહિલાના પરિવારજનોએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. મહિલાએ હાથ પર સુસાઇડ નોટ લખી તેની બનેલી તમામ આપવીતી જણાવી હતી. 'મેરી કોઈ ગલતી નહીં હૈં, મૈં જીના ચાહતી હૂં, ઈતની પરેશાની મેં કૈસે જીઉંગી' પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે. મૃતક પરિણીતાના બે સંતાનો છે. પતિ પ્રવિણ ગોસ્વામીની ધરપકડ કરી છે.

અમદાવાદમાં IB ઓફિસરે સોપારી આપી પત્નીની હત્યા કરાવતા ચકચાર

અમદાવાદમાં પત્નીના હત્યા કેસમાં IB ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી. સામે આવેલી વિગતો અનુસાર પત્નીની હત્યા કરવા માટે પતિએ જ સોપારી આપી હતી. આ મામલે IB ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલાની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી છે. મૃતક મહિલાનું નામ મનીષા દુધેલા હતું, આ કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, મુખ્ય સૂત્રધાર તરીકે પતિનું નામ ખુલ્યું હતું.  તમને જણાવી દઈએ કે, 6 મહિના પહેલા મહિલાની હત્યા થઈ હતી. 22 જુલાઈ 2022 માં મનીષાબેનનું ખૂન થયુ હતું. જે બાદ તેમની માતાએ ફરિયાદ કરી હતી. 302 કલમ અંતર્ગત ગુન્હો નોંધાયો હતો. મહિલાના મર્ડરના આરોપીની તેલંગાણા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ગળાના ભાગે ઇજા કરી હત્યા કરાઈ હતી. આરોપીની પૂછપરશ બાદ મોટા ખુલાસા થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Embed widget