કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
crime News: અશક્ત જનેતા પર પુત્રની હેવાનિયત, બ્રેઈન સ્ટ્રોક આવતા હાલત ગંભીર.

Anjar Kutch crime news: કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક 50 વર્ષીય પુત્રએ માનવતાને શરમાવે તેવું કૃત્ય કરીને પોતાની 80 વર્ષીય વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટના અંજાર પોલીસ સ્ટેશનથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલા એક ગામમાં ગત ગુરુવારે, 27 ફેબ્રુઆરીના રોજ બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પુત્ર દારૂ પીવાની ટેવવાળો છે અને કોઈ કામધંધો કરતો નથી. તે અવારનવાર તેની માતા પાસે દારૂ પીવા માટે પૈસા માંગતો હતો અને ક્યારેક તો તેને ભીખ માંગવા માટે પણ મજબૂર કરતો હતો. ગામ લોકો પણ આ વ્યક્તિથી ત્રસ્ત હતા.
ગુરુવારની રાત્રે, આ નરાધમ પુત્રએ તમામ હદો વટાવીને પોતાની વૃદ્ધ અને અશક્ત માતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ક્રૂર કૃત્યને કારણે માતાને માથા અને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ જ્યારે વૃદ્ધ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, ત્યારે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. હાલમાં તેઓ સરકારી હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.
આ કૃત્ય એટલું ક્રૂર હતું કે, માતાને આઘાત લાગતાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો અને હેમરેજ થઈ ગયું. હાલમાં વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહી છે અને તેમની હાલત અત્યંત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે આરોપીના નાના ભાઈના પત્નીએ અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પુત્રની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના રેકોર્ડ મુજબ, આરોપી વિરુદ્ધ અગાઉ ગાંધીધામ અને અંજાર પોલીસ સ્ટેશનમાં દારૂ પીવાના ત્રણ કેસ નોંધાયેલા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે અને લોકોમાં ગુસ્સો અને આઘાતની લાગણી ફેલાઈ છે.
અંજાર પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી પુત્રની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લાને હચમચાવી નાખ્યું છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો....
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ

