Shraddha Murder Case: આફતાબની કાળી કરતૂતનો સનસની ખુલાસો, એક-બે નહીં 20 ગર્લફ્રેંડ
Shraddha Case: દેશભરમાં ચકચાર જગાવનારા શ્રદ્ધા મર્ડર કેસના આરોપી એવા આફતાબ પૂનાવાલાને લઈને એક પછી એક કાળજુ કંપાવી નાખનારા અને માનવતાને પણ શર્મસાર કરે તેવા ખુલાસા થઈ રહ્યાં છે
Shraddha Case: દેશભરમાં ચકચાર જગાવનારા શ્રદ્ધા મર્ડર કેસના આરોપી એવા આફતાબ પૂનાવાલાને લઈને એક પછી એક કાળજુ કંપાવી નાખનારા અને માનવતાને પણ શર્મસાર કરે તેવા ખુલાસા થઈ રહ્યાં છે. આફતાબને લઈને એક પછી એક એવી વાતો સામે આવી રહી છે જેમાં તેની વાસનાની કાળી કતૂત છતી થઈ રહી છે. દિલ્હી પોલીસની તપાસમાં સામે આવેલી માહિતી પ્રમાણે શ્રદ્ધાની હત્યા નિપજાવી તેના શરીરના 35 ટુકડા કર્યા બાદ પણ આફતાબ ઐયાસ જીંદગી જીવી રહ્યો હતો.
પોલીસ તપાસમાં સામેઆવેલી વિગતો પ્રમાણે આફતાબ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ પછતાવવા બદલે નવા નવા સિમ કાર્ડ બદલી જુદા જુદા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી જ્દી જુદી મહિલાઓ સાથે મિત્રતા બાંધતો હતો.
એટલુ જ નહીં દિલ્હી પોલીસની તપાસમાં આફતાબના કાળા કરતુત સામેઆવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આફતાબ જે મહિલાઓ સાથે મિત્રતા બાંધતો તેમાથી અનેક તો તે પોતાના ઘરે પણ લાવતો હતો. આફતાબે પોતે જ અનેક મહિલાઓ સાથે મિત્રતા હોવાની વાત કબુલી છે. વધુ તપાસ માટે બંબલ અને ટિંડર નામની સોશિયલ મીડિયા એપને લઈને પોલીસે વિશ્વસનીય જાણકારી માંગી છે. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ પણ તે તદ્દન સામાન્ય જીંદગી જીવતો હતો જાણે કે કશું બન્યુ જ ના હોય. તેમજ અનેક છોકરીઓને મળતો પણ હતો. એક અનુંમાન પ્રમાણે નરાધમ આફતાબે શ્રદ્ધાની હત્યા બાદ એક- બે કે ત્રણ નહિં પણ અધધ 20 ગર્લફ્રેન્ડ બનાવી હતી.
6 મહિના પહેલા આપ્યો હતો ભયાવહ ઘટનાને અંજામ
આફતાબે આ ઘટનાને આશરે 6 મહિના પહેલા અંજામઆપ્યો હતો. પોલીસે આ ઘટનાનો પર્દાફાશ 14 નવેમ્બરે કર્યો હતો. ઘટના સામે આવતા જ દેશભરમાં સનસનાટી મચી જવા પામી હતી.
પાડોશીઓએ પોલીસ સામે શું રહસ્ય ખોલ્યું?
ખરેખરમાં, છતરપુર પહાડી વિસ્તારમાં મોટાભાગના લોકો એક બિલ્ડિંગમાં ફ્લૉર પર રેન્ટ પર રહે છે. દિલ્હીમાં 20 હજાર લીટર સુધી પાણીનુ બિલ દિલ્હી સરકાર તરફથી ફ્રીમાં મળે છે. આફતાબના ફ્લેટના ઉપરના ફ્લોર પર રહેનારા બે પાડોશીઓએ પોલીસને એ જાણકારી આપી હતી કે તમામ ફ્લૉરનુ પાણીનુ બિલ ઝીરો આવે છે, પરંતુ મકાન માલિક પાસેથી જાણવા મળ્યુ છે કે આફતાબના ફ્લેટનુ 300 રૂપિયા પાણીનુ બિલ બાકી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, હત્યા બાદ ખુનને સાફ કરવા માટે આફતાબ વધુ પાણીનો ઉપયોગ કરતો હતો. જેના કારણે પાણીનુ આટલુ બિલ આવ્યુ હોઈ શકે. પોલીસે પાડોશીઓને એ પણ જાણકારી આપી કે આફતાબ વારંવાર પાણીની ટાંકી જોવા ઉપર પણ જતો હતો.
રેન્ટ એગ્રીમેન્ટમાં પહેલુ કોનુ નામ?
પોલીસને એ પણ જાણકારી મળી છે કેતેને જે રેન્ટ એન્ગ્રીમેન્ટ લખાવ્યુ હતુ, મકાન માલિક અનુસાર તેને ખબર હતી કે આ મેરીડ નથી કોઇ બ્રૉકરે તેને મકાન અપાવ્યુ હતુ. આફતાબ દર મહિને 8 થી 10 તારીખની વચ્ચે 9000 રૂપિયા મકાન માલિકના એકાઉન્ટમાં નાંખી દેતો હતો. આ કડીમાં પાણીનુ બિલ પણ તપાસમાં મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે. આજે કસ્ટડી વધાર્યા બાદ આ એન્ગલ પર પણ પોલીસ તપાસ કરી શકે છે.