Surat : કોરોનાને કારણે ઉત્તરાયણે ફ્રેન્ડ સાથે ફરવા જવાની ના પાડતાં 14 વર્ષીય છોકરીએ કરી લીધો આપઘાત
પાંડેસરા સ્થિત કૈલાશનગરમાં 14 વર્ષની વિદ્યાર્થિનીએ ઘરના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બહેનપણીઓ સાથે ફરવા જવાની ના પાડતાં દીકરીએ આપઘાત કરી લીધો.
સુરત : ધોરણ 10માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પિતાએ કોરોના ફેલાયેલો છે એટલે ઉત્તરાયણે ફ્રેન્ડ સાથે ફરવા નથી જવાનું. આ વાતને લઈને માઠું લાગતાં 14 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાધો. પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો ને દીકરીએ 10 મિનિટના સમયગાળામાં રૂમમાં આપઘાત કરી લીધો.
આ અંગેની વિગતો એવી છે કે, પાંડેસરા સ્થિત કૈલાશનગરમાં 14 વર્ષની વિદ્યાર્થિનીએ ઘરના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બહેનપણીઓ સાથે ફરવા જવાની ના પાડતાં દીકરીએ આવું અંતિમ પગલું ભર્યું હોવાનું મૃતક સગીરાના પરિવારે જણાવ્યું હતું. મૃતક ધોરણ-10 માં અભ્યાસ કરતી હતી. ગઈ કાલે ઉત્તરાયણે સગીરાએ બહેનપણીઓ સાથે ફરવા જવાની જીદ પકડી હતી. જોકે, કોરોના સંક્રમણ અને પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન થાય એ માટે પિતાએ બહાર જવાની ના પાડી દીધી હતી.
પિતાએ ફરવા જવાનો ઇનકાર કરી દેતા દીકરીને લાગી આવ્યું હતું અને ઘરમાં જ આપઘાત કરી લીધો હતો. બુમાબુમ થતા ઘરમાં દોડીને ગયા તો દીકરી લટકી રહી હતી. ફાંસો ખાધેલી હાલતમાં દીકરીને જોઈ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નીચે ઉતારી સારવાર માટે લઈ આવતા ડોક્ટરોએ દીકરીને મૃત જાહેર કરી હતી.
ઉત્તરાયણ પર અકસ્માત : ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે 248 લોકોના પતંગની દોરીથી ગળાં કપાયા, બેના મોત
અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. જોકે, ઉત્તરાયણના દિવસે અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી. રાજ્યમાં સાંજ સુધીમાં 248 લોકોના પતંગની દોરીથી ગળાં કપાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 74 લોકોને દોરીથી ઈજા થઈ હતી. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને સાંજના 9 વાગ્યા સુધીમાં 3367 જેટલા કોલ મળ્યા હતા. વર્ષ 2021માં 2295 કોલ મળ્યા હતા. ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પતંગને કારણે બે લોકોનો જીવ પણ ગયો હતો.
ઉતરાયણ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટમાં પતંગ લૂંટવા જતા એક તરુણે જીવ ગુમાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર શહેરમા પતંગ લૂંટવા જતા એક તરુણનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ પાસે પતંગ લૂંટવા જતા એક તરૂણનું ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
પાટણમાં પણ ઉત્તરાયણ પર એક દુઃખદ ઘટના બની હતી. એક છોકરાનું કરંટ લાગતાં મોત નીપજ્યું છે.15 વર્ષના શુભમ નામના કિશોરનું કરંટ લાગતા મોત થયું છે. તે મિત્રો સાથે ધાબા પર પતંગ ચગાવતો હતો ત્યારે કરંટ લાગ્યો હતો. પ્રતિબંધિત દોરો કિશોરનું મોતનો કારણ બન્યો. તેના માતા પિતાના એકના એક દીકરાનું મોત થયું.