Surat Crime : પત્નીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડીને પછી એવો આવ્યો અંજામ કે જાણીને ચોંકી જશો
સુરતની ઉગત કેનાલ રોડના યુવાનના આપઘાત પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પત્નીના અનૈતિક સંબંધને કારણે પતિએ આપઘાત કર્યો હતો. પત્નીના પ્રેમી દ્વારા અવારનવાર મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી.
![Surat Crime : પત્નીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડીને પછી એવો આવ્યો અંજામ કે જાણીને ચોંકી જશો Surat Crime : A man committed suicide due to wife affair, make video before suicide in Surat Surat Crime : પત્નીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડીને પછી એવો આવ્યો અંજામ કે જાણીને ચોંકી જશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/23/00d99d7ec6505c0e9950493b51570ac6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat Crime : સુરતની ઉગત કેનાલ રોડના યુવાનના આપઘાત પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પત્નીના અનૈતિક સંબંધને કારણે પતિએ આપઘાત કર્યો હતો. પત્નીના પ્રેમી દ્વારા અવારનવાર મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. પત્નીના અનૈતિક સંબંધ વિશે તેના માતા-પિતાને જણાવતા તેઓએ પણ દીકરીને મદદ કરી યુવકને ધમકી આપી હતી.
આપઘાત પૂર્વે યુવકે વીડિયો બનાવી સમગ્ર બાબતનો ઉલ્લેખ કર્યો હતો. યુવકના આપઘાત પ્રકરણમાં રાંદેર પોલીસે સાસુ-સસરાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
Mehsana : યુવતીને ખેતરમાં લઈ જઈ પાંચ પાંચ શખ્સોએ ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ, નોંધાવી પોલીસ ફરિયાદ
મહેસાણાઃ મહેસાણા જીલ્લામાં ફરી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઉંઝાના ભાખર ગામની સીમમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે. સિદ્ધપુરની યુવતી ઉંઝા આવતા તેને રીક્ષામાં બેસાડી ભાખર ગામની સીમમાં લઇ જઇ પાંચ લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગામ પાસે એક ખેતરની ઓરડીમાં સામૂહિક દુષ્કર્મ આચરાયું હતું.
ભોગ બનનાર મહિલા ઉંઝા પોલિસ મથક પર પહોંચી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉંઝા પોલીસે પાંચ લોકો સામે પોલિસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Ahmedabad Metro : અમદાવાદીઓ માટે ખુશીના સમાચારઃ આજથી સમગ્ર શહેરમાં દોડશે મેટ્રો
અમદાવાદઃ અમદાવાદના લોકો માટે મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજથી સમગ્ર શહેરમાં મેટ્રો ટ્રેન દોડશે. પૂર્વ-પશ્ચિમ કોરિડોર બાદ ગુરુવારથી ઉત્તર દક્ષિણ કોરિડોર શરૂ થશે. વાસણા APMCથી મોટેરા સ્ટેડિયમ રૂટ ઉપર મેટ્રો શરૂ થશે. સવારના 9 થી રાતના 8 કલાક સુધી મેટ્રો ચાલુ રહેશે. ઉત્તર-દક્ષિણ કોરિડોરના રૂટ ઉપર નજર કરવામાં આવે તો વાસણા APMC-જીવરાજ પાર્ક-રાજીવનગર-શ્રેયસ ક્રોસિંગ-પાલડી-ગાંધીગ્રામ-જૂની હાઇકોર્ટ-ઉસમાનપુરા-વિજયનગર-વાડજ-રાણીપ-સાબરમતી રેલવે સ્ટેશન-સાબરમતી-મોટેરા સ્ટેડિયમ સુધી મેટ્રો દોડશે. ટિકિટના દર 5 થી 25 રૂપિયા લેખે રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30મી સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. જોકે, લોકો આજથ ીમેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. દુરદર્શન મેટ્રો સ્ટેશન ખાતેથી મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. હવે મેટ્રો ટ્રેન 40 કિ.મી.ના રૂટ પર દોડશે
આ પહેલા ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ હાજર રહ્યા હતા. આ સિવાય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમજ ત્યાંથી તેઓ મેટ્રો ટ્રેન પ્રસ્થાન કરાવવા પહોંચ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)