CRIME NEWS : સુરતમાં શાતીર ચોર ગેંગના લીડર ‘રોબિનહુડ’ સાથે 2 શખ્સની ધરપકડ
Surat News : સુરતમાં જુલાઇ મહિનામાં આરોપીએ ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાંથી 6.61 લાખની ચોરી કર્યાની કબુલાત કરી હતી.
Surat : સુરત ક્રાઇમ બ્રાન્ચે એક શાતિર ચોર ગેંગના લીડર સાથે 2ની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ દીલ્હી, બેંગ્લોર પંજાબ અને બિહારમાં છેલ્લાં 10 વર્ષથી જેગુઆર અને ઔડી જેવી કાર લઇ ચોરી કરતો અને વતન બિહારમાં ગરીબોને મદદ કરવાને કારણે રોબિનહુડ તરીકે પંકાયેલો ચોર ઇરફાન ઉર્ફે ઉજાલેને સુરત ક્રાઇમ બ્રાન્ચે પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો.
સુરતમાં જુલાઇ મહિનામાં આરોપીએ ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાંથી 6.61 લાખની ચોરી કર્યાની કબુલાત કરી હતી. તેની પાસેથી એક પિસ્તોલ પણ પોલીસને મળી હતી.ગત 27મીએ ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાં દાગીના, ચાંદીના વાંસણો, રોકડ અને મોંઘા બુટ સહિતની ચોરી થઇ હતી. હીરાના લેસર મશીનના વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીએ સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં ઘરના ગાર્ડન તરફથી સ્લાઇડિંગ બારીના કાચ ખોલી પ્રવેશતો એક યુવાન દેખાઇ આવ્યો હતો.
ચોરીની ટ્રીકથી જ પોલીસ સમજી ગઇ હતી કે આ કોઇ અઠંગ ચોર છે. પોલીસે આ બંગ્લા સુધી આવતા જતાં વાહનોના ફૂટેજ તપાસમાં એક કાર શંકાસ્પદ જણાઇ આવી હતી. લીંબાયતના મદનપુરા વિસ્તારમાં આ કાર દેખાઇ આવતાં પોલીસે કાર સાથે બિહારના સીતામઢી જિલ્લાનાં જોગીયા ગામનાં મો. ઇરફાન ઉર્ફે ઉજાલે અખ્તર શેખ તથા બિહારના જ વતની અને હાલ હૈદરાબાદમાં રહેતાં મુજમ્મીલ ગુલામરસુલ શેખને ઝડપી લીધા હતા.
પોલીસે તેમની પાસેથી એક કાર ઉપરાંત ચોરી કરેલાં 2.01 લાખની કિંમતનાં દાગીના તથા એક પિસ્ટલ અને એક કાર્ટિજ સાથે ઝડપી લીધો હતો.2017માં ઇરફાન દીલ્હી પોલીસને હાથે ઝડપાયો હતો ત્યારે તેના કારનામાની ખબર પડી હતી. મોંઘા શોખ અને અનેક ગર્લફ્રેન્ડ રાખતાં આ ચોરે ગામમાં છોકરીઓનાં લગ્નો, આરોગ્ય કેમ્પ, ગામના રસ્તા રિપેર સહિતના અનેક સારો કાર્યોમાં આર્થિક મદદ કરી હોઇ તે ત્યાં રોબિનહુડ તરીકે પંકાયો હતો. ગામના લોકો તેની પત્નીને જિલ્લા પરિષદ તરીકે ચૂંટી લાવ્યા હતા.
આ પણ વાંચો :
Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી અગાઉ ખેડૂતો માટે કોગ્રેસની મોટી જાહેરાતો, જાણો જગદીશ ઠાકોરે શું આપ્યા વચનો?
ANAND: આણંદમાં ત્રિપલ અકસ્માતમાં છના મોત, સોજીત્રાના ધારાસભ્યના જમાઇ વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ