(Source: ECI/ABP News/ABP Majha)
ANAND: આણંદમાં ત્રિપલ અકસ્માતમાં છના મોત, સોજીત્રાના ધારાસભ્યના જમાઇ વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ
આણંદ જિલ્લાના સોજીત્રામાં ગઇકાલે મોટો અકસ્માત સર્જાયો હતો
ANAND : આણંદ જિલ્લાના સોજીત્રામાં ગઇકાલે મોટો અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જેમાં 3 સભ્યો એક જ પરિવારના છે. મળતી જાણકારી અનુસાર, આણંદના ડાલી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર, બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. કાર ચાલક કેતન પઢીયા વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાર સોજીત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇની હોવાની ચર્ચા છે. ધારાસભ્યનો જમાઇ દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી MLA લખેલ બોર્ડ મળી આવ્યા હતા.
મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા હતા. આ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
5 મૃતકોના નામ
યાસીનભાઈ મોહમદભાઈ વ્હોરા - સોજીત્રાના રહેવાસી
જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી
વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી
જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી - સોજીત્રાના રહેવાસી
યોગેશભાઈ રાજુભાઈ ઓડ - બોરીયાવી
સંદીપ ઠાકોરભાઈ ઓડ- બોરીયાવી
Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાના નિયમોમાં થયો મોટો ફેરફાર
Atal Pension Yojana: જો તમે મોદી સરકારની પેન્શન યોજના અટલ પેન્શન યોજનામાં જોડાવા માંગો છો પરંતુ આવકવેરો ભરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. નાણા મંત્રાલયે અટલ પેન્શન યોજનામાં સબસ્ક્રાઈબ કરવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેઓ 1 ઓક્ટોબર, 2022 પછી આવકવેરો ચૂકવે છે, જેઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકશે નહીં.
કરદાતાઓ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી શકશે નહીં
નાણા મંત્રાલયે અટલ પેન્શન યોજનામાં રોકાણના નિયમોમાં ફેરફાર અંગે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 1 ઓક્ટોબર, 2022થી કોઈપણ નાગરિક જે ઈન્કમ ટેક્સ ભરતો હોય તે અટલ પેન્શન યોજનામાં સબ્સ્ક્રાઇબ નહીં કરી શકે. નોટિફિકેશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ 1 ઓક્ટોબર, 2022ના રોજ અથવા તે પછી અટલ પેન્શન યોજનામાં સબ્સ્ક્રાઇબ કરે છે અને જાણવા મળે છે કે તે વ્યક્તિ અરજીના દિવસે અથવા તે પહેલાં આવકવેરો ચૂકવી રહ્યો છે, તો તેનું પેન્શન એકાઉન્ટ બંધ કરવામાં આવશે. વ્યક્તિએ રોકાણમાંથી જે પણ પેન્શન સંપત્તિ એકઠી કરી છે તે પરત કરવામાં આવશે.
IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે કપ્તાની કરવા તૈયાર છે આ સ્ટાર ઓપનર બેટ્સમેન, BCCIએ કરી જાહેરાત
GIL SCAM : ગુજરાત ઈન્ફોર્મ્ટીક્સ લીમીટેડમાં 38 કરોડથી વધુના કૌભાંડમાં આરોપીઓની સંપત્તિઓ જપ્ત
KBC 14: પતિ-પત્નીની નોકરી જાણીને બચ્ચને હાથ જોડ્યા, કહ્યું - આ ખતરનાક પરિવાર છે, જુઓ વીડિયો