Surat Crime News: સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી
માતાએ પતિ સત્ય પ્રકાશ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાતા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે નરાધમ પિતા સત્ય પ્રકાશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
![Surat Crime News: સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી Surat Crime News father dushkarma on his daughter and threatened to kill him if he told anyone Surat Crime News: સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/933588f2a5250621b3394b27e321645f171610837354676_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat News: સુરતના (surat crime news) ડીંડોલીમાં પિતા-પુત્રીના (father daughter relation) સંબંધને શરમાવે તેવી ઘટના બની છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં પિતા હેવાન બન્યો હતો. હવસખોર પિતાએ પોતાની જ 14 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતું. કામાંધ પિતાએ પત્ની અને પુત્રને ઘરમાંથી બહાર કાઢી દીકરી જોડે કુકર્મ આચરી પુત્રીને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પુત્રીએ સમગ્ર આપવીતી માતાને કહેતા મામલો સામે આવ્યો હતો. માતાએ પતિ સત્ય પ્રકાશ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાતા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે નરાધમ પિતા સત્ય પ્રકાશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં ચારેક વર્ષ પહેલાં ઉધના વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીને ગેમ રમવાના બહાને ઘરમાં બોલાવીને જાતીય હુમલો કરી પોક્સો એક્ટના ભંગ કરનાર 21 વર્ષીય પાડોશી યુવકને પોક્સો કોર્ટના ખાસ એડીશ્નલ સેશન્સ જજ હિતેશ ગાંધીએ તમામ ગુનામાં દોષી ઠેરવી આજીવન કારાવાસ,1 લાખ દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ તથા પીડીતાને 10 લાખ તથા આરોપી દંડ ભરે તો 50 હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.
ઉધના પોલીસે જેલભેગા કરેલા આરોપી પ્રશાંત મોરે વિરુધ્ધના કેસની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન ફરિયાદ પક્ષે એપીપી સંતોષકુમાર કે. ગોહીલે કુલ 11 સાક્ષી તથા 27 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવતાં આરોપીના બચાવપક્ષે આરોપી ગરીબ તથા નાની ઉંમર ધરાવતો હોવા ઉપરાંત કુટુંબની ભરણપોષણની જવાબદારી તેની પર હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ ભોગ બનનાર બાળકી માત્ર ચારથી પાંચ વર્ષની હોઈ તેની સાથે ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હોઈ મહત્તમ સજા,દંડ અને પીડીતાને વળતર ચુકવવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને ઉપરોક્ત આજીવન કેદ તથા દંડ અને ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો હતો.કોર્ટે જણાવ્યું હતું કે આરોપીએ ભોગ બનનારની નાની વયનો ગેરલાભ ઉઠાવી બળાત્કાર,જાતીય હુમલો જવા ગંભીર ગુનો આચર્યા છે.જે સમાજ વ્યવસ્થાને અસર કરતા હોઈ સજામાં રહેમની માંગને નકારી કાઢી હતી.જ્યારે ભોગ બનનાર તથા તેના પરિવારને લાંબા સમય સુધી આરોપીના કૃત્યની અસર તથા માનસિક યાતના ભોગવવી પડે તેમ હોઈ વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ઉપરોક્ત વળતર ચુકવવા હુકમ કર્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)