(Source: ECI/ABP News/ABP Majha)
Surat Crime News: પતિને પત્નીના ચારિત્ર્ય પર હતી શંકા, ગળાના ભાગે ફેરવ્યું ચપ્પુને પછી......
ચારિત્ર્ય પર શંકા રાખી હુમલો કરવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસે પતિ ઇસ્લામ સિદ્દીકીની ધરપકડ કરી, હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Latest Surat News: ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાંડેસરામાં પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. પતિએ પત્નીના ગળાના ભાગે ચપ્પુ ફેરવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ચારિત્ર્ય પર શંકા રાખી હુમલો કરવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસે પતિ ઇસ્લામ સિદ્દીકીની ધરપકડ કરી, હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતમાં ચાર મહિના અગાઉ બીજા લગ્ન કરનાર વડોદની પરિણીતા પાંચ વર્ષની પુત્રી સાથે પતિ સાથે રહેતી હતી. પરંતુ લગ્નના માત્ર એક મહિનામાં જ પાંચ વર્ષીય પુત્રીને સાવકા પિતાએ પોતાની સાથે અવારનવાર બાથરૂમમાં ન્હાવા અને બેડરૂમમાં લઇ જઇ હોઠ ઉપર કીસ કરવા ઉપરાંત શારિરીક અડપલા કરી પોતાની હવસનો શિકાર બનાવવાની સાથે માતા-પુત્રીને મારી નાંખવાની ધમકી આપતા મામલો પાંડેસરા પોલીસમાં પહોંચ્યો હતો.
મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાની 24 વર્ષીય મહિલા એ વર્ષ 2018 માં સમાજ રીતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પરંતુ દારૂ પી ત્રાસ ગુજારતા પતિ સાથે મનમેળ ન હોવાથી છુટાછેડા લઇ 5 વર્ષની પુત્રી સાથે વડોદ વિસ્તારમાં રહેતી માસીના ઘરે રહેતી હતી. માસીએ મહિલાના ભવિષ્યને ધ્યાનમાં લઇ ઘર નજીક રહેતા અને સાઇકલ રીપેરીંગની દુકાન ચલાવતા સંજય સિંહ (ઉ.વ. 35) નામના રાજસ્થાન ઝુનઝુન જિલ્લાના રહેવાસી સાથે ફેબ્રુઆરી 2024 માં બીજા લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ મહિલા 5 વર્ષની પુત્રીને લઇને સંજય સાથે રહેતી હતી અને સંજય સાવકી પુત્રીને પણ પોતાની પુત્રીની જેમ રાખતો હતો. એકાદ મહિના બાદ બપોરે દુકાનેથી આવ્યા બાદ સંજય ન્હાવા માટે જે રીતે પોતાની સાથે લઇ જતો હતો તેવી રીતે લઇ ગયો હતો. પરંતુ પુત્રી અચાનક રડતા-રડતા બહાર આવી હતી અને માતાને કહ્યું હતું કે પાપા હોઠ પે ચુમ્મી કરતે હે ઓર ગંદા કામ કરતે હે. જેથી મહિલા ચોંકી ગઇ હતી અને સંજયને ઠપકો આપ્યો હતો. પરંતુ સંજયે તું મેરે પે ગલત ઇલજામ લગા રહી હે, ઓર યે બાત કીસી કો બતાયી તો તુજે ઓર તેરી બેટી કો માર ડાલુંગા એવી ધમકી આપી હતી. જેથી મહિલા ડરી ગઇ હતી અને ત્યાર બાદ પણ સંજય પુત્રીને પોતાની સાથે બાથરૂમમાં ન્હાવા લઇ જો હતો અને તેણી સુતેલી હોય ત્યારે ઉંચકીને બેડરૂમમાં લઇ જઇ દરવાજો અંદરથી બંધ કરી દેતો હતો. ઉપરાંત રાતે પણ મહિલાને બદલે પુત્રીની બાજુમાં સુઇ જતો હતો. જેથી પુત્રી સંજયને જોઇને ધ્રુજતી હતી. દસ દિવસ અગાઉ સંજય પુત્રીને બેડરૂમમાં લઇ ગયો હતો અને હોઠ ઉપર કીસ કરવાની સાથે અડપલા કર્યા હતા. જેથી મહિલાએ ઠપકો આપતા તેને માર મારી ઘર છોડીને ચાલ્યો ગયો હતો. આ પ્રકરણમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સંજયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.