શોધખોળ કરો

Surat Love Jihad : સગીરાને ભગાડી જનાર 4 સંતાનાના પિતા એવા વિધર્મીની અજમેરથી ધરપકડ

૧૭ વર્ષની તરૂણીને વિધર્મી ભગાવી જતા ખળભળાટ મચી ગયો હતો. સુરતના લાજપોર ગામની ઘટના સામે આવી છે. ચાર સંતાનોનો પિતા હિન્દુ તરૂણીને વિધર્મી ભગાવી જતાં મામલો તંગ બન્યો હતો.

સુરત : ૧૭ વર્ષની તરૂણીને વિધર્મી ભગાવી જતા ખળભળાટ મચી ગયો હતો. સુરતના લાજપોર ગામની ઘટના સામે આવી છે. ચાર સંતાનોનો પિતા હિન્દુ તરૂણીને વિધર્મી ભગાવી જતાં મામલો તંગ બન્યો હતો. જોકે, પોલીસે આરોપી અબ્દુલ હમીદની અજમેરથી ધરપકડ કરી લીધી છે. તેમજ 17 વર્ષીય સગીરાનો છૂટકારો કરાવ્યો છે. આરોપી સગીરાને ટ્રેન મારફત અજમેર લઈ ગયો હતો. પોલીસે મોબાઇલ સર્વેન્સને આધારે આરોપીને અજમેરથી ઝડપી પાડ્યો છે. પોલીસ આરોપીને લઈ અજમેરથી સુરત આવવા રવાના થઈ છે. 

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગત 8મી ઓક્ટોબરે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાને પુરુષ લલચાવી ફોસલાવીને લઈ ગયો હતો. આ અંગે અપહરણ અને પોક્સો અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી. 

Rajkot: પિતાની હવસનો શિકાર બની પુત્રી, દોઢ મહિનાનો ગર્ભ રહેતા થયો ખુલાસો

રાજકોટઃ રાજકોટમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં એક પિતાએ પોતાની દીકરી પર બળાત્કાર ગુજારતા દીકરી ગર્ભવતી બની હતી. પિતાના શારીરિક અત્યાચારનો ભોગ બનેલ પુત્રીને હૉસ્પિટલમાં દાખલ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પિતાના હવસનો શિકાર બનનાર પુત્રીને દોઢ માસનું ગર્ભ હોવાનું તબીબી તપાસમાં ખૂલ્યું હતું. જેથી હાલ તો પુત્રીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો એ ડિવિઝન પોલીસે તેના પિતાની ધરપકડ કરી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં સોસાયટીમાં લૂંટ, ત્રણ લૂંટારૂએ બંદૂકની અણી લૂ્ંટ્યું સોનુ અને રોકડ, જાણો વિગત

વડોદરા: શહેરની મુદ્રા સોસાયટી ગઇકાલે સમી સાંજે લૂંટની ઘટના બની છે સાંજે 8 વાગ્યે વાસણા ભાયલી રોડ પર મુદ્રા સોસાયટીમાં સાંજે 8 વાગ્યે લૂંટારૂએ બંદૂકનીઅણીએ 50 તોલા સોનુ અને 25 હજાર રોકડની લૂંટી ફરાર થયા હતા. આ ઘટના મુદ્રા સોસાયટીમાં રહેતા જર્મનીના એન.આર.આઈ પટેલ પરિવારને ત્યાં ઘટી હતી. ઘટનાના પગલે પરિવારે 3 બંદૂકધારી લૂંટારૂ સામે ફરિયાદ નોધી છે. ઘટનાની જાણ થથાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર તપાસ  હાથ ધરીહતી. પોલીસે તહેવારો આવતા આંતર રાજ્ય ગેંગ સક્રિય થઈ હોવાની આશંકા સાથે તપાસ શરૂ કરી છે. 

CRIME NEWS: જામકંડોરણામાં રાત્રે દોઢ વાગ્યે પતિએ કુહાડીના ઘા મારી પત્નીની કરી હત્યા

CRIME NEWS: રાજકોટ જિલ્લાના જામકંડોરણા નજીક રામપર ગામે વાડી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. જામકંડોરણા તાલુકાના રામપર ગામમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે.  ઘરકામ અને મજૂરી કામ બાબતે જઘડો થતા પત્નીને પતિએ કુહાડીના ઘા મારી હત્યા કરી નાખી. બે-એક દિવસ પહેલાં જ મધ્ય પ્રદેશના જાંબુઆનો પરિવાર ખેત મજૂરી કરવા રામપરના વિપુલભાઈ ચોવટીયાની વાડીએ આવ્યો હતો. જ્યાં મોડી રાત્રે દોઢેક વાગ્યાની આસપાસ પતિ-પત્ની વચ્ચે ઝઘડો અને તેનું પરિણામ હત્યા સુધી પહોંચ્યું. 

મૃતક મહિલાનું નામ રમીલાબેન દીનેશભાઈ બિલવાલ છે અને તેમની ઉંમર 33 વર્ષની હતી. જ્યારે તેમના પતિ નામ દિનેશ વાલીયા બિલવાલે છે. રાત્રીના સમયે દોઢેક વાગ્યે આ સામાન્ય બાબતના ઝઘડાઓ ઉગ્રરૂપ ધારણ થતાં ઉશ્કેરાયેલા પતિ દિનેશના હાથમાં કુહાડી આવી જતા કુહાડીના બે-ત્રણ ઘા મારી પત્નીની હત્યા નિપજાવી હતી. ઘટના સ્થળે જ આદિવાસી મહિલા રમીલાબેને દમ તોડી દીધો હતો. જે બાદ જામકંડોરણા પોલીસે પતિ દિનેશની ધરપકડ કરી હતી અને હત્યામાં ઉપયોગ લેવાયેલી કુહાડી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget