Crime News: દાહોદમાં ગુમ થયેલા યુવકની સંબંધીના ઘરમાંથી જ મળી લાશ, લોહીથી લથબથ મૃતદેહને જોઈ પોલીસ પણ ચોંકી
Crime News: દાહોદ શહેરમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ હત્યા કરેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, યુવકનો મૃતદેહ તેના સંબંધીના ઘરમાંથી જ મળી આવતા પોલીસ પણ સતર્ક બની છે.
Crime News: દાહોદ શહેરમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ હત્યા કરેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, યુવકનો મૃતદેહ તેના સંબંધીના ઘરમાંથી જ મળી આવતા પોલીસ પણ સતર્ક બની છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર, દાહોદ શહેરના દેસાઈવાડ વિસ્તારમા રહેતા મિલાપ કુશભાઈ શાહ નામનો યુવક બગસરાના દાગીનાનો વેપાર કરે છે. તારીખ 25 ઓક્ટોબરના રોજ રાત્રે જમીને તેઓ થોડીવારમાં આવુ છું તેમ કહી ઘરેથી નીકળ્યા હતા. રાતના 10 વાગ્યા સુધી ન આવતા તેમના ધર્મ પત્નીએ તેમના મોબાઈલ પર ફોન કર્યો હતો પરંતુ ફોન ચાલું હોવા છતાં કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. ઘણી વાર ફોન કરવા છતા જવાબ કે મિલાપભાઈની ભાળ મળી ન હતી.
જે બાદ તારીખ 26 ઓક્ટોબરના સવારે 11 વાગ્યા સુધી ફોન ચાલુ હતો પરંતુ મિલાપભાઈનો પતો ન લાગતા એ ડીવીઝન પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ હતી ત્યારબાદ આસપાસના વિસ્તારના સીસીટીવી ચકાસતા મિલાપભાઈ કોઈ વ્યકિત સાથે દેસાઈવાડ વિસ્તારમાં જતા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ આ વિસ્તારમા જ મિલાપ ભાઈના સંબંધીનુ મકાન દેસાઈવાડ ખાતે રિદ્ધિ સિદ્ધિ પણ હોવાથી એ મકાનમા 26 ઓક્ટોબરની રાતે તપાસ કરી હતી. આ મકાનમા કોઈ રહેતુ પણ ન હોવાથી ખાલી મકાને જતા સ્થાનિકોને બહારના દરવાજે માત્ર સ્ટોપર મારેલી મળી હતી. દરવાજો ખોલતા જ લોહીના ડાઘ અને પગલા જોવા મળતા ઘભરાયેલા લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી.
પોલીસે તપાસ કરતા અંદર રૂમમાં લોહીથી લથબથ મિલાપ ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. માથામા ગંભીર ઈજા હોવાનુ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યુ. ત્યારે પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. મિલાપ ભાઈની હત્યા પાછળ ઘેરુ રહસ્ય છુપાયેલુ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. હકીકત શુ છે તે પોલીસ તપાસમા જ બહાર આવશે. ઘટનાને ધ્યાને લઈ dsp સહીત પોલીસનો કાફલો ઘટના સથળે જોવા મળ્યા હતા. એફ એસ એલ અને ડોગ સ્કોરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે પહોંચી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી.જેમાં લાશ પાસેથી જાડો છરો મળી આવ્યો હતો. હાલ તો પોલીસે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોટમ માટે લઇ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મિલાપની હત્યા કેમ કરાઈ, કોણે કરી તે દિશામાં અને આરોપીને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટના સથળે લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. આ ઉપરાંત યુવકના મોતને પગલે પરવિરામં ગમગમીનો માહોલ જોવા મળ્યો હતો.