દીકરીના નામ પર માતાએ કોલેજમાં લીધું એડમિશન, વિદ્યાર્થીઓ સાથે માણ્યું શરીર સુખ ને પછી....
અહેવાલ મુજબ, લોરા નામની મહિલાએ પોતાની દીકરીનું આઈકાર્ડ ચોરી કરીને સાઉથ વેસ્ટ બેપિસ્ટ યુનિવર્સિટમાં એડમિશન લીધું હતું. આ માટે મહિલાએ પુત્રીના સોશિયલ સિક્યોરિટી કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
અમેરિકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. દીકરીના નામ પર માતાએ કોલેજમાં એડમિશન લીધું હતું અને બાદમાં વિદ્યાર્થીઓ સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે આખરે ઘટનાનો પર્દાફાશ થયો હતો. અમેરિકાના મિસોરીમાં એક મહિલાએ કોલેજમાં એડમિશન લેવા માટે એવું કારનામું કર્યુ કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 48 વર્ષીય લોરા ઓગલેસ્બેએ પોતાની દીકરીનું આઈકાર્ડ ચોરીને ન માત્ર કોલેજમાં એડમિશન લીધું પરંતુ આઈ કાર્ડ વડે લાખો રૂપિયાની લોન પણ લીધી અને કોલેજના યુવાન છોકરાઓને ડેટ પર કરતી હતી.
ન્યૂયોર્ક પોસ્ટમાં છપાયેલા અહેવાલ મુજબ આરોપી લોરાએ આયોજનબદ્ધ રીતે આ કામને અંજામ આપ્યો છે. આ માટે તેણે તેના નજીકના લોકોને પણ અંધારામાં રાખ્યા. 2016માં તેણે આ બધું શરૂ કર્યુ હતું અને બે વર્ષ સુધી બધું ચાલ્યું હતું. પરંતુ આખરે સત્ય સામે આવ્યું હતું. જે બાદ તેને 19 લાખ રૂપિયાનો દંડ અને જેલની સજા સંભળાવવામાં આવી છે.
અહેવાલ મુજબ, લોરા નામની મહિલાએ પોતાની દીકરીનું આઈકાર્ડ ચોરી કરીને સાઉથ વેસ્ટ બેપિસ્ટ યુનિવર્સિટમાં એડમિશન લીધું હતું. આ માટે મહિલાએ પુત્રીના સોશિયલ સિક્યોરિટી કાર્ડનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં મહિલાએ ડ્રાઇવિંગ લાયસન્સ પણ પોતાની પુત્રીના નામ પર લીધું હતું. તેણે કોલેજમાં એડમિશન બાદ 20 વર્ષીય યુવક સાથે ડેટ કરવાનું શરૂ કર્યુ હતું. મહિલા તેની ઉંમર 22 વર્ષ જણાવતી હતી. તે પુત્રીની જેવા દેખાવા માટે મેકઅપ કરતી હતી.
પકડાયા પહેલા તે માઉન્ટેન વ્યૂમાં એક કપલ સાથે રહેતી હતી. આ બંનેએ તેને ઝાળમાં ફસાવી હતી. મહિલાએ કપલને જણાવ્યું હતું કે, તે ખોટી રિલેશનશિપમાંથી બહાર નીકળીને આવી છે. મહિલાએ પુત્રીના આઈ કાર્ડનો ઉપયોગ કરીને આશરે 5 લાખની લોન લીધી હતી. જ્યારે ભાંડો ફૂટ્યો ત્યારે લોરા વાત માનવાથી ઈનકાર કરતી રહી પરંતુ પોલીસે કડકાઈ દાખવતાં ગુનો કબૂલી લીધો હતો. કોર્ટે તેને 19 લાખ રૂપિયાના દંડની સાથે 5 વર્ષ કેદની સજા સંભળાવી છે.