Crime News: મહિલા ટીચરે કેકમાં પતિનું સ્પર્મ ભેળવીને વિદ્યાર્થીઓને ખવડાવી, મળી આવી સજા
Crime News: મહિલાએ તેના પર લાગેલા આરોપો સ્વીકારી લીધા છે. મહિલાને 41 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
Crime News: અમેરિકામાં એક મહિલા ટીચરે પોતાના વિદ્યાર્થીઓને કેક (પેસ્ટ્રીસ)માં પતિનું સ્પર્મ નાંખીને ખવરાવી હતી. આ મામલો સામે આવ્યા બાદ તેણે નોકરીમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. મહિલા પર બાળકોના રેપ અને યૌન શોષણમાં સામેલ થવાનો પણ આરોપ લાગ્યો છે. મહિલાએ તેના પર લાગેલા આરોપો સ્વીકારી લીધા છે. મહિલાને 41 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
પતિ પોલીસ ઓફિસર
ડેઇલી સ્ટારમાં છપાયેલા અહેવાલ મુજબ, લુસિયાનામાં રહેતી આ મહિલાનું નામ સિંથિયા પર્કિંસ છે. તે એક સ્કૂલમાં ભણાવતી હતી. જ્યાં તેણે વિદ્યાર્થીઓને પતિનું વીર્ય મેળવેલી કપ કેક ખવરાવી હતી. આ મામલે વર્ષ 2019માં સિંથિયા અને તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી. ડેનિસ એક પોલીસ ઓફિસર હતો, જે હાલ સિંથિયાથી છૂટાછેડા લઈ ચૂક્યો છે. તપાસમાં ખબર પડી કે સિંથિયા યૌન શોષણ અને બાળકોના અશ્લીલ વીડિયો બનાવવા જેવા ગુનામાં પણ સામેલ છે. પહેલા તો સિંથિયાએ આરોપો સ્વીકારવાની ના પાડી હતી પરંતુ બાદમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
72 વર્ષની સજા થવાની હતી પણ....
ગત સપ્તાહે કોર્ટ વિદ્યાર્થીઓને કેકમાં વીર્ય નાંખીને ખવરાવવા મુદ્દે એક વર્ષની સજા સંભળાવી હતી, જ્યારે બાકીની 40 વર્ષની સજા યૌન અપરાધ બદલ આપી. આગામી સુનાવણીમાં સિંથિયા તેના પૂર્વ પતિ આ કેસમાં સામેલ હતો કે નહીં તેના મુદ્દે નિવેદન આપશે. સિંથિયા અને ડેનિસને શરૂઆતમાં રેપ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી સહિત 150 ગંભીર ગુનાનો સામનો કરવો પડ્યો હતો. પહેલા તેને 72 વર્ષની જેલ થવાની હતી પરંતુ ગુનો કબૂલી લેતા સજા 41 વર્ષ કરી દેવામાં આવી હતી.