Veraval : સ્વીમિંગ શીખવા જતી પરણીતાને લલચાવી ટ્રેનરે બાંધ્યા શરીરસંબંધ ને ઉતાર્યો અશ્લીલ વીડિયો, ને પછી તો ઇચ્છા થાય ત્યારે...
પરણીતાની ફરિયાદ પ્રમાણે, વડોદરાનો સ્વીમિંગ ટ્રેનર વર્ષ 2014માં વેરાવળની હોટલમાં સ્વિમિંગના ક્લાસ કરાવતો હતો. પરણીતા સ્વિમિંગ શીખવા જતી હતી. સ્વીમિંગ ટ્રેનરે પરણીતા સાથે પરિચય કેળવી તેને ફસાવી હતી.
![Veraval : સ્વીમિંગ શીખવા જતી પરણીતાને લલચાવી ટ્રેનરે બાંધ્યા શરીરસંબંધ ને ઉતાર્યો અશ્લીલ વીડિયો, ને પછી તો ઇચ્છા થાય ત્યારે... Veraval : A swimming trainer arrested from Vadodara after woman police complaint of Dushkarma Veraval : સ્વીમિંગ શીખવા જતી પરણીતાને લલચાવી ટ્રેનરે બાંધ્યા શરીરસંબંધ ને ઉતાર્યો અશ્લીલ વીડિયો, ને પછી તો ઇચ્છા થાય ત્યારે...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/14/8624d94a757454ad58ae97ffde874501_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગીર સોમનાથઃ વેરાવળની પરણીતાએ સ્વિમિંગ ટ્રેનર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે. થોડા દિવસ પહેલા કામક્રીડાના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તરતા શિખવવાની લાલચ આપીને સંબંધો વધાર્યા હતા. તેમજ બાદ ધમકી આપી અનેક વખત પરાણે શરીરસુખ માણ્યું હતું. ધાક ધમકી આપીને તેના પર દુષ્કર્મ ગુજારાયો હોવાની પરણિતાની કેફિયત છે. વેરાવળ પોલીસે વડોદરાના સ્વિમિંગના ટ્રેનર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
પરણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, વડોદરાના સ્વીમિંગ ટ્રેનર વર્ષ 2014માં વેરાવળની હોટલમાં સ્વિમિંગના ક્લાસ કરાવતો હતો. અહીં પરણીતા સ્વિમિંગ શીખવા જતી હતી. આ સમયે સ્વીમિંગ ટ્રેનરે પરણીતા સાથે પરિચય કેળવી તેને ફસાવી હતી. તેમજ તેને લાલચ આપીને તેની સાથે શરીરસુખ માણ્યું હતું. તેમજ તેનો વીડિયો પણ બનાવી લીધો હતો.
આ પછી તો ટ્રેનર વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પરણીતા સાથે પરાણે શરીરસુખ માણવા લાગ્યો હતો. તેમજ તેને ઇચ્છા થાય ત્યારે હવસ સંતોષતો હતો. કંટાળેલી પરણીતાએ શરીરસુખ માટે ઇનકાર કરી દેતાં ટ્રેનર ઉશ્કેરાઇ ગયો હતો અને વીડિયો વાયરલ કરી દીધો હતો. આરોપીએ પરણીતાના પુત્ર અને પતિને પણ મોબાઇલ પર આ વીડિયો મોકલી દીધા હતા. આમ, વીડિયો વાયરલ થઈ જતાં પરણીતાએ અંતે સ્વીમિંગ ટ્રેનર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)