આજના દિવસે સ્વામિનારાયણ ગુરુકળ SGVP દ્વારા સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજે 400 ઋષિકુમારો વૈદિક વિધિ સાથે નૂતન યજ્ઞોપવીત ધારણ કરશે. તે પહેલા શરીરની શુદ્ધિ માટે પંચગવ્ય ગોમય, ગૌમુત્ર, દૂધ, દહીંથી સ્નાન કરી દેહ શુદ્ધિ કરી, ગાયત્રીમંત્ર તથા સૂર્યનારાયણના મંત્રને સિદ્ધ કરી, પોતાના સ્કંધ ઉપર નૂતન યજ્ઞોપવીત ધારણ કરશે.
2/3
અમદાવાદઃ શ્રાવણ માસની પૂર્ણિમાના રોજ ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રા નહી હોવાના કારણે વિશેષ સંયોગ પણ બની રહ્યો છે. જોકે પુનમ સાંજે 5:27 વાગ્યા સુધી જ છે તેથી ત્યાં સુધી બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકશે, રક્ષાબંધન સવારે 6.24 વાગ્યાથી સાંજે 5.27 વાગ્યા સુધી ઊજવી શકાશે. કેટલીક જગ્યા પર રાખડી બાંધવામાં ન આવે ત્યાં સુધી ભાઈ અને બહેન ઉપવાસ રાખે છે. રાખડી બાંધ્યા બાદ બહેન ભાઈને મીઠાઈ ખવડાવે છે અને આશિર્વાદ આપે છે, તો ભાઈ પોતાની બહેનને સુરક્ષાનું વચન આપે છે.