શોધખોળ કરો

Drone Training: દેશમાં સરળતાથી મળશે ડ્રોન પાયલટની ટ્રેનિંગ, 2025 સુધીમાં 150 સ્કૂલોની થશે સ્થાપના

Drone: ડ્રોન તાલીમના વ્યવસાય સાથે સંકળાયેલી ડ્રોન ડેસ્ટિનેશન કંપનીએ જાહેરાત કરી છે કે વર્ષ 2025 સુધીમાં દેશભરમાં ડ્રોન પાઇલોટ્સને તાલીમ આપવા માટે 150 શાળાઓની સ્થાપના કરવામાં આવશે.

Drone Training: હવે દેશમાં ડ્રોન પાયલટ બનવાની તાલીમ પણ આપવામાં આવશે. ડ્રોન તાલીમના વ્યવસાય સાથે સંકળાયેલી ડ્રોન ડેસ્ટિનેશન કંપનીએ જાહેરાત કરી છે કે વર્ષ 2025 સુધીમાં દેશભરમાં ડ્રોન પાઇલોટ્સને તાલીમ આપવા માટે 150 શાળાઓની સ્થાપના કરવામાં આવશે. ડ્રોન ડેસ્ટિનેશનના સીઈઓ ચિરાગ શર્માના જણાવ્યા અનુસાર, કંપનીએ વિવિધ ક્ષેત્રોમાં ડ્રોનની વધતી ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જેમ જેમ ડ્રોનની ઉપયોગિતા વધશે તેમ તેમ ડ્રોન પાયલોટ અને તેમને તાલીમ આપતી સંસ્થાઓની સંખ્યામાં પણ વધારો થશે. તેથી આગામી 3 વર્ષમાં દેશમાં આવી 150 સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે.

1 લાખ નોકરીઓનું સર્જન થશે

ડ્રોન ડેસ્ટિનેશન એ ભારતની પ્રથમ રિમોટ પાયલટ તાલીમ સંસ્થા છે. નવા ડ્રોન નિયમો, 2021 હેઠળ એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આને મંજૂરી આપવામાં આવી છે. ડ્રોન ડેસ્ટિનેશન હાલમાં દેશમાં છ રિમોટ પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવે છે. CEO ચિરાગ શર્માએ જણાવ્યું હતું કે અમે ઇકોસિસ્ટમની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે યુનિવર્સિટીઓ, કૃષિ સંસ્થાઓ અને પોલીસ અકાદમીઓ સાથે ભાગીદારી કરવા માંગીએ છીએ. આના દ્વારા અમારું લક્ષ્ય 1 લાખથી વધુ લોકોને રોજગાર અને ઉદ્યોગ સાહસિકતાની તકો પૂરી પાડવાનું છે.

આ સ્થળોએ ચાલતી શાળાઓ

ચિરાગ શર્માએ વધુમાં જણાવ્યું કે ડ્રોન ડેસ્ટિનેશન ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન અકાદમીના સહયોગથી ગુરુગ્રામ, બેંગ્લોર, ગ્વાલિયર અને ધર્મશાળામાં ચાર તાલીમ કેન્દ્રો ચલાવી રહ્યું છે. સંસ્કાર ધામ ગ્લોબલ મિશનના સહયોગથી એક ટ્રેનિંગ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે ચંદીગઢ યુનિવર્સિટીમાં ડ્રોન ટ્રેનિંગ સ્કૂલ ખોલવામાં આવી છે. પંજાબની આ પહેલી ડ્રોન ટ્રેનિંગ સ્કૂલ છે. આ ઉપરાંત, કંપની કોઈમ્બતુરમાં હિન્દુસ્તાન કોલેજ ઑફ એન્જિનિયરિંગ અને મદુરાઈમાં વૈગાઈ કૉલેજ ઑફ એન્જિનિયરિંગની મદદથી તેના નેટવર્કમાં વધુ બે શાળાઓ ઉમેરી રહી છે.

અત્યાર સુધીમાં 500 પાયલટોને તાલીમ આપવામાં આવી 

ચિરાગ શર્માએ જણાવ્યું હતું કે ડ્રોન ડેસ્ટિનેશન કંપનીએ છેલ્લા મહિનામાં લગભગ 500 પાયલટોને ડ્રોન ચલાવવાની તાલીમ આપી છે. આગામી સમયમાં, ગુરુગ્રામ કેન્દ્રમાંથી આશરે 1,500-2,000 પાઇલટ્સ અને અન્ય સ્થળોએથી 500 પાયલટ્સને તાલીમ આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget