(Source: ECI/ABP News/ABP Majha)
આ બેન્કમાં 200થી વધુ પદો પર કરાશે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ?, કેટલો મળશે પગાર?
બેંકમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગ્રેજ્યુએશન પાસ યુવાનો માટે બેન્ક ક્લાર્ક કમ કેશિયરની જગ્યાઓ માટે ભરતી શરૂ કરવામાં આવી છે.
બેંકમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગ્રેજ્યુએશન પાસ યુવાનો માટે બેન્ક ક્લાર્ક કમ કેશિયરની જગ્યાઓ માટે ભરતી શરૂ કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ clerk2022@apmaheshbank.com પર જઈને અરજી કરી શકે છે. આ અરજી પ્રક્રિયા હેઠળ કુલ 200 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 માર્ચ 2022 છે. આ ભરતી આંધ્ર પ્રદેશ મહેશ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
અરજી કરવાની શરૂઆતની તારીખ: 16 માર્ચ 2022
અરજી કરવાની છેલ્લી તારીખ: 27 માર્ચ 2022
ઉંમર મર્યાદા
અરજદારની ઉંમર 21 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજદારોની ઉંમર 31 માર્ચ, 2022 થી ગણવામાં આવશે.
અરજી ફી
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.
યોગ્યતા
આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય બોર્ડમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત, ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં સફળ થયા પછી ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
પગાર
સૂચના અનુસાર, આ પોસ્ટ્સ પર કામ કરતા ઉમેદવારોને દર મહિને 23,934 રૂપિયાનો પગાર આપવામાં આવશે.
આ પણ વાંચોઃ
Vodafone-ideaએ આ કારણસર 8 હજાર સિમ કાર્ડને કરી દીધા બ્લૉક, જાણો શું હતી આ કાર્ડમાં ભૂલ....
સ્ટૉરેજનુ ટેન્શન ખતમ ! આવી ગયો 1TB મેમરી વાળો આ સ્પેશ્યલ ફોન, જાણો કિંમતથી લઇને તમામ ડિટેલ્સ
IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ પર આ રીતે ભારી પડે છે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો સૌથી વધુ મેચ કોણે જીતી
અમેઝૉનની ડીલમાં બેસ્ટ Dyson Air Purifier ખરીદો 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ! જાણી લો ઓફર...........
Education Loan Information:
Calculate Education Loan EMI