બેન્ક ઓફ ઇન્ડિયામાં અરજીની આજે ડેડલાઇન, 115 જગ્યા માટે થશે ભરતી
જો તમે લાંબા સમયથી રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરીની રાહ જોઈ રહ્યા છો, તો આ તમારા માટે ખૂબ જ ખાસ તક હોઈ શકે છે. બેંકે કુલ 115 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, અને અરજી પ્રક્રિયા હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

સરકારી બેંકમાં નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે બેંક ઓફ ઈન્ડિયા (BOI) માં સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક છે. જો તમે લાંબા સમયથી રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરીની રાહ જોઈ રહ્યા છો, તો આ તક તમારા માટે મહત્વપૂર્ણ બની શકે છે. બેંકે કુલ 115 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, અને અરજી પ્રક્રિયા હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ઘણા ઉમેદવારો હજુ પણ અરજી કરવાનું વિચારી રહ્યા છે, પરંતુ આજે અંતિમ તારીખ હોવાથી, વિલંબ કરવાથી નુકસાન થઈ શકે છે. છેલ્લી ઘડીની મુશ્કેલીઓ ટાળવા માટે આજે જ સત્તાવાર વેબસાઇટ, bankofindia.bank.in ની મુલાકાત લઈને તમારું અરજી ફોર્મ ભરો.
શું છે આજની મહત્વપૂર્ણ માહિતી?
આ ભરતી માટેની અંતિમ તારીખ ૩૦ નવેમ્બર, 2025 છે. આજ પછી અરજી લિંક બંધ થઈ જશે. જે ઉમેદવારોએ હજુ સુધી ફોર્મ ભર્યું નથી તેમણે આજે આ કામ પૂ્ર્ણ કરવું પડશે, આ ભરતી ઝુંબેશમાં વિવિધ વિભાગોમાં કુલ 115 અધિકારીઓની જગ્યાઓ ભરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
જો તમે પહેલી વાર અરજી કરી રહ્યા છો અથવા ફોર્મ ભરવામાં મૂંઝવણમાં છો, તો આ સિમ્પલ ટેપ્સને ફોલો કરો.
1. અરજી કરવા માટે, પહેલા બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ, bankofindia.bank.in ની મુલાકાત લો.
2. પછી, હોમપેજ પર કારકિર્દી / ભરતી વિભાગ પર ક્લિક કરો.
3. અહીં, તમને ઓફિસર પોસ્ટ્સ ભરતી 2025 માટે અરજી લિંક મળશે. નોંધણી કરવા માટે લિંક પર ક્લિક કરો.
4. નોંધણી પછી, લોગ ઇન કરો અને કાળજીપૂર્વક આખું અરજી ફોર્મ ભરો.
5. બધા દસ્તાવેજો અપલોડ કર્યા પછી, પેમેન્ટ કરો.
6. ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લેવાનું ન ભૂલો.
ભરતી કેવી રીતે થશે?
ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને પર્સનલ ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. અરજદારોની સંખ્યાના આધારે, બેંક નક્કી કરશે કે, પરીક્ષા બંને તબક્કામાં લેવામાં આવશે કે ફક્ત ઈન્ટરવ્યુ જ લેવાશે. પરીક્ષા પેટર્નમાં કૂલ 125 ગુણ હશે, જેનો સમયગાળો 1૦૦ મિનિટનો હશે. તે બે ભાગમાં લેવામાં આવશે: અંગ્રેજી ભાષાના 25 ગુણો આ એક કવોલિફાઇંગ નેચર ટેસ્ટ છે અને તેના ગુણ મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. Professional Knowledgeના 100 ગુણ છે. . આ મુખ્ય ભરતી પરીક્ષા છે અને તેમાં પદ સંબંધિત વ્યાવસાયિક જ્ઞાન આવરી લેવામાં આવશે. જનરલ અને EWS ઉમેદવારોએ ઓછામાં ઓછા 35% ગુણ મેળવવા આવશ્યક છે. અન્ય શ્રેણીઓને નિયમો મુજબ છૂટછાટ મળશે.
અપ્લાય કરવાની ફી
SC/ST/PWD ઉમેદવારો માટે અરજી ફી ₹175 છે, અને સામાન્ય અને અન્ય શ્રેણીના ઉમેદવારો માટે, ₹850 છે. ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ, UPI વગેરેનો ઉપયોગ કરીને ચૂકવી શકાય છે. વધુ માહિતી માટે, ઉમેદવારો બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
Education Loan Information:
Calculate Education Loan EMI





















