શોધખોળ કરો

AI માં બનાવો કેરિયર ને કમાઓ લાખો રૂપિયા, જાણો કોર્સની સાથે સાથે કમાણી વિશે પણ.....

આ ક્ષેત્રમાં કેટલાક શ્રેષ્ઠ કારકિર્દી ઓપ્શન જાણો. આમાં જવા માટે તમારે કોઈ ચોક્કસ વિષયમાં સ્પેશિયલાઇઝેશન કરવું પડશે

Best Career Options in AI: થોડાક સમય પહેલા લોકોને AI વિશે બહુ જાણકારી ન હતી, લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું તે સમજી શકતા ન હતા. પરંતુ દુનિયાભરમાં AIની બોલબાલા વધી ગઇ છે. હવે એવો સમય આવી ગયો છે કે જ્યારે કોઈપણ કામ AI વગર થતું નથી, પછી તે શિક્ષણ હોય કે નોકરી. સમયની સાથે તેની માંગ વધી રહી છે. આને ધ્યાનમાં રાખીને, આજે કેટલાય વિદ્યાર્થીઓ કારકિર્દી ઓપ્શન તરીકે AI પસંદ કરી રહ્યા છે. મશીન લર્નિંગ જેવો કૉન્સેપ્ટ ખૂબ જૂનો છે, પરંતુ AIના આગમન સાથે તેમાં કેટલાય ફેરફારો થયા છે અને તે લોકોની કારકિર્દીની ટોચની પસંદગી બની ગઈ છે.

આ ક્ષેત્રમાં કેટલાક શ્રેષ્ઠ કારકિર્દી ઓપ્શન જાણો. આમાં જવા માટે તમારે કોઈ ચોક્કસ વિષયમાં સ્પેશિયલાઇઝેશન કરવું પડશે. તમે તમારી રૂચિ અને જરૂરિયાત અનુસાર પસંદ કરી શકો છો. જોકે, એક વાત ચોક્કસ છે કે ક્ષેત્ર ગમે તે હોય, તેમાં વૃદ્ધિ અવશ્ય છે.

મશીન લર્નિંગ એન્જિનીયર - 
આ સેલ્ફ રનિંગ સૉફ્ટવેર બનાવવા અને ડિઝાઇન કરવામાં નિષ્ણાત છે. જો તમારે આ ક્ષેત્રની ઉભરતી એપ્લિકેશનને સમજવી હોય તો ચેટબોટ, વર્ચ્યૂઅલ આસિસ્ટન્ટ, ડ્રાઇવર વિનાની કાર, ટ્રાફિક પ્રિડિક્શન વગેરે સમજી શકાય છે. સમયની સાથે તેનો ઉપયોગ ખુબ વધી ગયો છે. આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે તમારી પૃષ્ઠભૂમિ કૉમ્પ્યુટર સાયન્સ, ડેટા પ્રૉગ્રામિંગ અને ગણિતમાં હોવી જોઈએ. શરૂઆતી લેવલમાં એક વર્ષમાં 4 થી 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે.

ડેટા સાયન્ટિસ્ટ - 
આનુ કામ મુખ્યત્વે મોટા સ્તરના ડેટા એકત્રિત કરવાનું છે અને તેની સુરક્ષાની જવાબદારી પણ તેમના હાથમાં આવે છે. કાચો ડેટા વિવિધ રીતે ઉપયોગમાં લેવામાં મદદ કરે છે, અને સ્પર્ધાના આ યુગમાં કંપનીને વિકાસ કરવામાં મદદ કરે છે. ફૂડ ડિલિવરી એપ્લિકેશન આનું ઉદાહરણ છે. તેઓ તમારા ભૂતકાળના ઇતિહાસમાંથી વધુ સૂચનો આપે છે. ડેટા સાયન્સ, કૉમ્પ્યુટર સાયન્સ અથવા સંબંધિત ક્ષેત્રોમાં બેચલર અને માસ્ટર કૉર્સ કરી શકાય છે. એન્ટ્રી લેવલ પર આ ક્ષેત્રમાં B વર્ષમાં 5 થી 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.

રોબૉટિક્સ એન્જિનીયર - 
જેવું નામ છે તે નામ પરથી જ સ્પષ્ટ છે કે, તેઓ એવા રોબૉટ બનાવે છે જે તમામ પ્રકારના કામ કરી શકે છે. તેના ઉપયોગના સમયે મનુષ્યની જરૂર નથી અને તે એવી રીતે બનાવવામાં આવે છે કે તે ફક્ત ઓર્ડર પર કામ કરે છે. તેઓ વસ્તુઓને પણ સરળ બનાવે છે. ડ્રૉન એનું એક ઉદાહરણ છે. આ માટે કૉમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. શરૂઆતમાં વર્ષમાં 4 થી 5 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.

એઆઇ રિસર્ચ સાયન્ટિસ્ટ - 
આનું કાર્ય મુખ્યત્વે એ છે કે કેવી રીતે મશીન તમારું કામ સરળતાથી અને વધુ સારી રીતે પૂર્ણ કરી શકે છે. તેઓ એલ્ગોરિધમ્સ પણ બનાવે છે, જે ડેટાનું વિશ્લેષણ કરવામાં અને પેટર્નને સમજવામાં મદદ કરે છે. તેઓ હેલ્થકેર, ફાઇનાન્સ, માર્કેટિંગ, વીમો અને રિટેલ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. શરૂઆતના દિવસોમાં તેમની કમાણી વાર્ષિક 4 થી 5 લાખની વચ્ચે હોઈ શકે છે.

એઆઇ એન્જિનીયર - 
આને પ્રૉબ્લેમ સોલ્વર્સ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં વિવિધ મૉડલનું ટેસ્ટિંગ કરે છે અને તેમના કાર્યને અસરકારક બનાવે છે. તેઓ મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે અને કામના AI મૉડલ બનાવે છે. તેમની ઘણી માંગ છે અને એક સારા AI એન્જિનિયરને એન્ટ્રી લેવલ પર વર્ષે 6 લાખ રૂપિયા સુધી સરળતાથી મળી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
Embed widget