Budget 2023 : શું છે એકલવ્ય સ્કૂલ? શું છે તેની ખાસીયત? કેમ મોદી સરકાર વધારશે સંખ્યા?
શું તમે જાણો છો એકલવ્ય શાળાઓ શું છે અને તેનું મહત્વ શું છે? ચાલો જાણીએ કે કયા વિદ્યાર્થીઓ માટે એકલવ્ય શાળા ખાસ બનાવવામાં આવી છે.
Eklavya Model Residential School: સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી વર્ષોમાં સાત હજારથી વધુ એકલવ્ય શાળાઓ ખોલવાની વાત કરી હતી. આ શાળાઓ દ્વારા જ્યાં વિદ્યાર્થીઓને વધુ સારા અભ્યાસની તક મળશે. તેની સાથે જ લગભગ 8 હજાર શિક્ષકો અને સહાયક કર્મચારીઓને પણ રોજગારી મળશે. શું તમે જાણો છો એકલવ્ય શાળાઓ શું છે અને તેનું મહત્વ શું છે? ચાલો જાણીએ કે કયા વિદ્યાર્થીઓ માટે એકલવ્ય શાળા ખાસ બનાવવામાં આવી છે.
આ વર્ષે થઈ હતી શરૂઆત
એકલવ્ય શાળાની સ્થાપના વર્ષ 1997-98માં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) તરીકે પણ થાય છે. આ શાળાઓ ખાસ કરીને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે જેથી કરીને તેમને શિક્ષણની વધુ સારી તકો પૂરી પાડી શકાય. આ શાળાઓ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ શાળાઓ રાજ્ય સરકારો હેઠળ આવે છે, જે તેમની સ્થાપના માટે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
આ વર્ગના વિદ્યાર્થીઓ કરી શકે છે અભ્યાસ
એકલવ્ય શાળામાં 480 વિદ્યાર્થીઓની ક્ષમતા છે અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી શકે છે. એટલે કે આ શાળા ધોરણ 6 થી 8 સુધીની છે. આ શાળાઓની સંખ્યા વધારવા માટે નક્કી કરવામાં આવ્યું હતું કે, વર્ષ 2022 ના અંત સુધીમાં દરેક બ્લોક કે જેમાં 50 ટકા એસટી વસ્તી છે અને જ્યાં ઓછામાં ઓછી 20 ટકા આદિવાસી વસ્તી રહે છે ત્યાં એક EMRS એટલે કે એકલવ્ય શાળા હશે.
વર્તમાનમાં શાળાઓની સંખ્યા કેટલી?
આ શાળાઓ ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આવે છે અને તેમની અધિકૃત વેબસાઇટ અનુસાર, કુલ 689 એકલવ્ય શાળાઓને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પૈકી 401 શાળાઓ કાર્યરત છે. કુલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમાં 113275 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં 56106 પુરૂષ અને 57168 મહિલાનો સમાવેશ થાય છે. આ ડેટા સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવ્યો છે તેથી નંબરમાં ફેરફાર શક્ય છે.
સ્થાનિક કલાને કરાય છે પ્રોત્સાહિત
અભ્યાસની સાથે સાથે રમતગમત, સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અહીં ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તમે અન્ય કોઈપણ વિગતો જાણવા tribal.nic.inની મુલાકાત લઈ શકો છો. મુખ્યત્વે દૂરના વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. એસટી ઉપરાંત પીવીટીજી કેટેગરીના વિદ્યાર્થીઓ આ શાળાઓનો લાભ લઈ શકશે.
Education Loan Information:
Calculate Education Loan EMI