CBSE 12th Result 2023: CBSE એ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું, આ રીતે કરો ચેક
CBSE 12th Result 2023 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે.
CBSE 12th Result 2023 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે.
વિદ્યાર્થીઓ તેમના પરિણામો કેવી રીતે ચેક કરી શકે છે?
વિદ્યાર્થીઓ તેમના પરિણામો CBSE ની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in અને cbseresuts.nic.in પર ચકાસી શકે છે તેમજ CBSE પરિણામો ડિજીલોકર પર પણ ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓને પરિણામ જાણવા માટે રોલ નંબર, શાળા નંબર, જન્મ તારીખ અને એડમિટ કાર્ડ IDની જરૂર પડશે. વિદ્યાર્થીઓ તેમના પરિણામો CBSE પરિણામ વેબસાઇટ તેમજ ઉમંગ એપ અને ડિજીલોકર એપ પર ચકાસી શકે છે. CBSE 12મું પરિણામ 2023 ની માર્કશીટ DigiLocker પોર્ટલ results.digilocker.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. બોર્ડે પરિણામ પેજ અપડેટ કર્યું છે. અગાઉ એક નકલી માહિતી વાયરલ થઈ હતી, પરંતુ હવે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
CBSE 10મી, 12મી બોર્ડની પરીક્ષાઓ ક્યારે લેવામાં આવી હતી?
CBSEની ધોરણ 10, 12ની બોર્ડ પરીક્ષા 2023 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. જ્યારે ધોરણ 10ની પરીક્ષા 21 માર્ચે પૂર્ણ થઈ હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 5 એપ્રિલ સુધી ચાલી હતી.
કુલ કેટલા વિદ્યાર્થીઓ CBSE પરીક્ષામાં બેસવા માટે લાયક હતા?
આંકડાઓની વાત કરીએ તો, આ વર્ષે 10મા અને 12માના કુલ 39 લાખ (38,83,710) લાયક વિદ્યાર્થીઓ હતા, જેમાં 10માના 21 લાખ (21,86,940) અને 12માના લગભગ 17 લાખ (16,96,770) વિદ્યાર્થીઓ હતા.
સીબીએસઈ આ વર્ષે પણ ટોપર લિસ્ટ જારી કરશે નહીં, આ વર્ષે એકંદરે પાસની ટકાવારી 87.33% હતી જે પાછલા વર્ષો કરતા સારી છે.
પરીક્ષામાં છોકરાઓ કરતા ગર્લ સ્ટુડન્ટ્સનું પરફોર્મન્સ 6.01% સારું હતું.
પાસની ટકાવારી
છોકરીઓ : 90.68
છોકરાઓ: 84.67
ત્રિવેન્દ્રમના વિદ્યાર્થીઓનું પ્રદર્શન સમગ્ર દેશમાં સૌથી વધુ છે: પાસની ટકાવારી 99.91% છે.
બેંગ્લોર બીજા નંબરે: પાસની ટકાવારી 98.64%
ત્રીજા નંબરે ચેન્નાઈઃ પાસ ટકાવારી 97.40%
જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓની એકંદરે પાસની ટકાવારી શ્રેષ્ઠ હતી: 97.51%.
Class 12 results: The overall pass percentage stands at 87.33%. Trivandrum region tops with 99.91 pass percentage. Girls outshine Boys by 6.01% with 90.68 pass percentage. CBSE will not award first, second and third divisions to its students, to avoid unhealthy competition.
— ANI (@ANI) May 12, 2023
આ પણ વાંચો :
Education Loan Information:
Calculate Education Loan EMI