CBSE Board 10th Result Declared: CBSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર, આ લિંક ક્લિક કરીને જોઇ શકશો
CBSE Board 10th Result Declared: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે
CBSE Board 10th Result 2024 Declared: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ 10મા-12માની બોર્ડની પરીક્ષા આપી છે. આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તેમનું પરિણામ જોઈ શકે છે.
CBSE Class X results: Overall pass percentage of 93.60% recorded. pic.twitter.com/L1ePlCubID
— ANI (@ANI) May 13, 2024
CBSE બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર, આ રીતે તપાસો
સ્ટેપ-1: CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.
સ્ટેપ- 2: હોમ પેજ પર CBSE 10th Result Direct Link' પર ક્લિક કરો.
સ્ટેપ- 3: લોગિન પેજ ઓપન થશે, અહી તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
સ્ટેપ- 4: તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે તેને તપાસો.
સ્ટેપ -5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ નકલ ડાઉનલોડ કરી શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.
CBSE ધોરણ 10માની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2024 વચ્ચે યોજાઈ હતી. CBSE બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ cbseresults.nic.in, cbse.nic.in, cbse.gov.in, digilocker.gov.in, results.gov.in, DigiLocker એપ અને UMANG pp પર પણ તેમનું રિઝલ્ટ જોઇ શકશે.
Central Board of Secondary Education (CBSE) declares Class X results. pic.twitter.com/h8A6F75XMA
— ANI (@ANI) May 13, 2024
CBSE બોર્ડ 12માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ આ વર્ષની CBSE બોર્ડની 12મી પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે.
તમે આ રીતે ઑફલાઇન પરિણામો ચકાસી શકો છો
પરિણામ ઑફલાઇન અથવા ફોનના મેસેજ સેક્શનમાંથી જોવા માટે પહેલા મોબાઈલના મેસેજ સેક્શનમાં જાઓ.
અહીં CBSE12 રોલ નંબર, DOB, શાળા નંબર, કેન્દ્ર નંબર લખો અને તેને – 7738299899 પર મોકલો.
આ કર્યા પછી, પરિણામ તમારા ફોન પર ટેક્સ્ટ સંદેશના રૂપમાં આવશે.
આ ઉપરાંત, તમે UMANG એપ પરથી પણ પરિણામ ચકાસી શકો છો. આ માટે તેને તમારા ફોનમાં ડાઉનલોડ કરો. એપ્લિકેશન ખોલો અને જરૂરી વિગતો દાખલ કરો અને સબમિટ કરો. પરિણામો તમારા ફોન પર આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI