શોધખોળ કરો

Central Bank of India માં 5000 પદ માટે જ બહાર પડાઇ ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રેન્ટિસની પોસ્ટ માટે બમ્પર ભરતી હાથ ધરી છે

Central Bank of India Apprentice Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રેન્ટિસની પોસ્ટ માટે બમ્પર ભરતી હાથ ધરી છે. આ ભરતી અભિયાન દ્વારા 5000 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માટે સક્ષમ અને ઈચ્છા ધરાવતા હોય તેઓએ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ. આ જગ્યાઓ માટે અરજીઓની શરૂઆત થઇ ગઇ છે. અરજીઓ ગઈકાલે એટલે કે 20 માર્ચથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે. સ્નાતક થયેલા યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની આ એક મોટી તક છે.

કોણ અરજી કરી શકે છે

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ. જ્યાં સુધી વય મર્યાદા વાત છે તો 20 થી 28 વર્ષની વચ્ચેના ઉમેદવારો તેમના માટે અરજી કરી શકે છે.

કેટલી ફી ચૂકવવાની છે

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે PWBD ઉમેદવારોએ 400 રૂપિયાની ફી ચૂકવવી પડશે. SC, ST અને મહિલા ઉમેદવારોએ અરજી માટે 600 રૂપિયા ચૂકવવા પડશે. અન્ય તમામ ઉમેદવારોએ અરજી માટે 800 રૂપિયા ચૂકવવા પડશે.

તમને કેટલો પગાર મળશે

આ પદો દ્વારા દેશભરના ઘણા રાજ્યોમાં ભરતી કરવામાં આવશે. જે બ્રાન્ચમાં ઉમેદવારની પસંદગી થશે તે મુજબ પગાર મળશે. ઉદાહરણ તરીકે, ગ્રામીણ અને અર્ધ-શહેરી શાખા માટે પગાર રૂ. 10,000 છે. શહેરી શાખાનો પગાર રૂ. 15,000 છે. તેવી જ રીતે મેટ્રો બ્રાન્ચમાં પગાર 20,000 રૂપિયા પ્રતિ માસ છે.

આ વેબસાઇટ પરથી અરજી કરો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની એપ્રેન્ટિસ પોસ્ટ માટે ફક્ત ઓનલાઈન અરજી કરી શકાય છે. આ માટે, ઉમેદવારોએ સેન્ટ્રલ બેંકની અધિકૃત વેબસાઇટ centerbankofindia.co.in ની મુલાકાત લેવી પડશે.

આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. આ વિશે નવીનતમ અપડેટ્સ મેળવવા માટે સમય સમય પર સત્તાવાર વેબસાઇટ તપાસતા રહો.

CUET PG 2023: આજથી શરુ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા, અહીં જુઓ સરળ સ્ટેપ્સ

CUET PG 2023 Registration: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) CUET PG 2023 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરશે. જે ઉમેદવારો 2023 માં પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) પ્રોગ્રામ્સ માટે સેન્ટ્રલ યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) માટે અરજી કરવા માગે છે. તેઓ વેબસાઇટ cuet.nta.nic.in પર જઈને તેમનું અરજીપત્રક સબમિટ કરી શકશે. ઉમેદવારો પરીક્ષામાં હાજર થવા માટે અહીં જણાવેલ સ્ટેપ્સને ફોલો કરી શકે છે. 

UGC ચેરમેન એમ જગદેશ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે CUET PG માટે રજીસ્ટ્રેશન 20 માર્ચથી શરૂ થશે અને 19 એપ્રિલ સુધી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરંતુ પરીક્ષાની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. અગાઉ  UGC અધ્યક્ષે જાહેરાત કરી હતી કે CUET PG 2023ની પરીક્ષા 1 જૂનથી 10 જૂન, 2023 દરમિયાન લેવામાં આવશે. જેનાં પરિણામો જુલાઈમાં જાહેર થવાની ધારણા છે. આ વર્ષે CUET PG 2023ની પરીક્ષામાં 42 યુનિવર્સિટીઓ ભાગ લેશે. જેમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓ, રાજ્ય યુનિવર્સિટીઓ અને ડીમ્ડ યુનિવર્સિટીઓ 

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Embed widget