CISCE Admit Cards: ICSE, ISC પરીક્ષાના એડમિટ કાર્ડ ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે કરી શકશો ડાઉનલોડ
એકવાર એડમિટ કાર્ડ બહાર પડી જાય પછી, વિદ્યાર્થીઓ કાઉન્સિલની સત્તાવાર વેબસાઇટ, cisce.org પર જઈને તેને ડાઉનલોડ કરી શકશે.
CISCE Exam ICSE ISC Board Admit Card 2022: કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) ટૂંક સમયમાં ICSE ની સેમેસ્ટર 2 પરીક્ષાઓ એટલે કે ધોરણ 10મા અને ISC એટલે કે ધોરણ 12મા બોર્ડની પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ જાહેર કરે તેવી અપેક્ષા છે. CISCE ની ICSE અને ISC બોર્ડની પરીક્ષા 25 અને 26 એપ્રિલથી લેવામાં આવી રહી છે. પરંતુ પરીક્ષા માટે એડમીટ કાર્ડ ન આપવાના કારણે વિદ્યાર્થીઓના મનમાં શંકા જન્મી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એડમિટ કાર્ડ સોમવારે એટલે કે 18 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એકવાર એડમિટ કાર્ડ બહાર પડી જાય પછી, વિદ્યાર્થીઓ કાઉન્સિલની સત્તાવાર વેબસાઇટ, cisce.org પર જઈને તેને ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારો પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ સરળ પ્રક્રિયાને અનુસરી શકે છે.
ICSE, ISC પરીક્ષા એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો
- સૌપ્રથમ ઉમેદવારો CISCE-cisce.org ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લે છે.
- અહીં હોમ પેજ પર પ્રદર્શિત ICSE, ISC એડમિટ કાર્ડ 2022 માટેની લિંક પર ક્લિક કરો.
- હવે તમારું લોગિન આઈડી અને ઓળખપત્રો દાખલ કરો જેમ કે રોલ નંબર / જન્મ તારીખ વગેરે.
- આ પછી તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
- એડમિટ કાર્ડ કમ હોલ ટિકિટ ડાઉનલોડ કરો અને વધુ સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.
ICSE મેમાં અને ISCની પરીક્ષા જૂનમાં સમાપ્ત થશે
ઈન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE) એટલે કે ધોરણ 10મા સેમેસ્ટર-2ની પરીક્ષાઓ સોમવાર, 25 એપ્રિલ, 2022થી શરૂ થશે. જ્યારે પરીક્ષાના સમયપત્રક મુજબ, ભારતીય શાળા પ્રમાણપત્ર (ISC) વર્ગ 12મા સેમેસ્ટર-2ની પરીક્ષાઓ મંગળવાર, 26 એપ્રિલ, 2022 થી લેવામાં આવશે. ઉમેદવારોએ નોંધ લેવી કે ધોરણ 10ની પરીક્ષા સવારે 10:00 કલાકે લેવામાં આવશે અને ધોરણ 12મા સેમેસ્ટર-2ની પરીક્ષા બપોરે 2:00 કલાકે લેવામાં આવશે. ICSE સેમેસ્ટર-2ની પરીક્ષાઓ 23 મે સુધી ચાલુ રહેશે, જ્યારે ISC સેમેસ્ટરની પરીક્ષાઓ 13 જૂને સમાપ્ત થશે.
Education Loan Information:
Calculate Education Loan EMI