GSEB Board Exam 2023: રાજકોટની આ સ્કુલમાં ધોરણ 10ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓએ મચાવ્યો હોબાળો, ચોંકાવનારું છે કારણ
GSEB Board Exam 2023: રાજકોટ ભરાડ સ્કૂલમા વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન હોબાળો મચાવ્યો છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પુરવણી ન મળતા હોબાળો મચાવ્યો હતો.
GSEB Board Exam 2023: રાજકોટ ભરાડ સ્કૂલમા વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન હોબાળો મચાવ્યો છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પુરવણી ન મળતા હોબાળો મચાવ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સુપર વાઇઝર દ્વારા અનેક વિધાર્થીઓને પુરવણી ન આપતાં વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના વાલીઓએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ગણિતના પેપરમાં 5 થી 10 માર્કનુ બાકી રહી ગયું હોવાની નેતા વિધાર્થીઓએ વ્યક્ત કરી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ભરાડ સ્કૂલમાં હોબાળો મચાવવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પેપર પરીક્ષા કેન્દ્રમાંથી બહાર લઇ જવાતા વાલીઓ દ્વારા અટકાવવામાં આવ્યા. હાલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓના વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પહોંચ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
અમદાવાદનો ક્રિસ શેઠ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ સ્વરૂપ બન્યો. બ્રેઇન હેમરેજથી પીડાતો ક્રિસ ધોરણ 12ની પરીક્ષા આપવા માટે પહોંચ્યો છે. રાઈટરની મદદથી ધોરણ 12 બોર્ડની ક્રિશ પરીક્ષા આપશે. 6 મહિના પહેલા અકસ્માત થતા ક્રિશને બ્રેઈન હેમરેજ થયું હતું. દોઢ કલાકના વાંચન બાદ ક્રિશને માથામાં દુખાવાની સમસ્યા છે.
ગુજરાત બોર્ડના ધો.10નું ભાષાનું પેપર પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતી અને અંગ્રેજીનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા. અંગ્રેજી વિષયમાં રખડતા પશુઓનો મુદ્દે સવાલ પૂછાયો હતો. રખડતા ઢોરના ત્રાસ અંગે કમિશ્નરને ફરિયાદ લખતો પત્ર લખવા પ્રશ્ન પૂછવામાં આવ્યો. અંગ્રેજીમાં નિબંધ 'શિક્ષણમાં ટ્યુશન પ્રથા જરૂરિયાત કે દૂષણ' પૂછાયો હતો. જ્યારે ગુજરાતીમાં 'ગામડું બોલે છે', "મોબાઇલના લાભાલાભ'અને એક બાળ, એક ઝાડ' નિબંધ પૂછાયો હતો.
Education Loan Information:
Calculate Education Loan EMI