(Source: ECI/ABP News/ABP Majha)
UGC: સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કોલેજમાં એડમિશન માટે કોમન એંટ્રેસ ટેસ્ટ ફરજિયાત, ગુજરાતીમાં પણ લેવાશે પરીક્ષા
આગામી વર્ષથી કોઈપણ કેન્દ્રીય યુનિવર્સિટીમાં સ્નાતક પ્રવેશ માટે ધો.12ના માર્ક ધ્યાનમાં નહીં લેવામાં આવે
યુજીસીએ સોમવારે જાહેરાત કરી હતી કે તમામ કેન્દ્રીય યુનિવર્સિટીમાં આગમી શૈક્ષણિક વર્ષ 2022-23થી કોમન યુનિવર્સિટી એંટ્રેસ ટેસ્ટના આધારા તમામ સ્નાતક કોર્સમાં પ્રવેશ અપાશે. આગામી વર્ષથી કોઈપણ કેન્દ્રીય યુનિવર્સિટીમાં સ્નાતક પ્રવેશ માટે ધો.12ના માર્ક ધ્યાનમાં નહીં લેવામાં આવે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) તરફથી સ્નાતક અને અનુસ્નાતક બંને કોર્સમાં પ્રવેશ લેવા CUET પરીક્ષાનું આયોજન કરાશે.
યુજીસીના અધ્યક્ષ એમ જગદીશ કુમારે કહ્યું કે, તમામ 45 કેન્દ્રીય યુનિવર્સિટીમાં સ્નાતક કોર્સમાં પ્રવેશ માટે CUET પરીક્ષાના આધારે એડમિશન અપાશે. જોકે અનુસ્તાનક પ્રવેશ માટે યુનિવર્સિટીઓ પાસે CUET સ્કોરનો ઉપયોગ પહેલાની જેમ કરવાની છૂટ હશે.
યુજીસી દ્વારા સંચાલિત તમામ કેન્દ્રીય યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્ર 2022-20233 યૂજી કોર્સમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એંટ્રસ ટેસ્ટ અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ સહિત 13 ભાષામાં યોજાશે.
UGC द्वारा वित्त पोषित सभी केंद्रीय विश्वविद्यालयों में शैक्षणिक सत्र 2022-2023 से UG कार्यक्रमों में प्रवेश के लिए कॉमन यूनिवर्सिटी एंट्रेंस टेस्ट (CUET) अंग्रेजी, हिंदी, मराठी, गुजराती, तमिल, तेलुगु और कन्नड़ सहित 13 भाषाओं में आयोजित किया जाएगा: UGC pic.twitter.com/wCeFp2M8vx
— ANI_HindiNews (@AHindinews) March 22, 2022
પરીક્ષામાં કોણ થઈ શકશે સામેલ
જે વિદ્યાર્થી યુજીસી દ્વારા સંચાલિત કોઈપણ કેન્દ્રીય યુનિવર્સિટીમાં સ્નાતક કોર્સમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તેઓ પરીક્ષા આપી શકશે.
આ પણ વાંચોઃ
Pakistan: હિન્દુ યુવતીની પાકિસ્તાનમાં ભર બજારે હત્યા, અપહરણની નિષ્ફળ કોશિશ બાદ મારી ગોળી
Coronavirus Cases Today: દેશમાં કોરોના વિદાય તરફ, આજે નોંધાયા 1581 કેસ
Education Loan Information:
Calculate Education Loan EMI