CUET PG 2022 Exam Date: CUET PG 2022 એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે જાહેર થશે એડમિટ કાર્ડ
CUET PG 2022: એડમિટ કાર્ડ રિલીઝ કરવાની તારીખો પછીથી જાહેર કરવામાં આવશે તેમ યુજીસી ગ્રાંટ્સ કમિશનના ચેરમેન એમ.જગદીશ કુમારે જણાવ્યું છે.
CUET PG 2022: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ CUET (PG)-2022 1-7 સપ્ટેમ્બર અને 9-11 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. શહેરની એડવાન્સ ઇન્ટિમેશન અને એડમિટ કાર્ડ રિલીઝ કરવાની તારીખો પછીથી જાહેર કરવામાં આવશે તેમ યુજીસી ગ્રાંટ્સ કમિશનના ચેરમેન એમ.જગદીશ કુમારે જણાવ્યું છે.
Common University Entrance Test CUET (PG) -2022 will be held from 1-7 Sep & 9-11 Sep. The dates of advance city intimation & release of admit card will be announced later on: M.Jagadesh Kumar, Chairman, University Grants Commission
— ANI (@ANI) August 2, 2022
(file photo) pic.twitter.com/XDUU81wepF
CUET ફેઝ-2 પરીક્ષા માટે એડમિટ કાર્ડ થયા જાહેર
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, ગ્રેજ્યુએશન/CUET UG ફેઝ-2 માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. એડમિટ કાર્ડ હવે CUET NTAની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જે ઉમેદવારોએ આ વર્ષે CUET UG માટે અરજી કરી છે અને તેમની પરીક્ષા બીજા તબક્કામાં છે તેઓ સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર જઈને તેમનું એડમિટ કાર્ડ તપાસી અને ડાઉનલોડ કરી શકે છે.
આ તારીખોમાં પરીક્ષા યોજાશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી CUET UG ફેઝ-2 પરીક્ષા 04 ઓગસ્ટ, 2022 થી 20 ઓગસ્ટ, 2022 દરમિયાન આયોજિત કરશે. જો કે, આ એડમિટ કાર્ડ 06 ઓગસ્ટ સુધીની પરીક્ષાઓ માટે છે. અનુગામી પરીક્ષાઓ માટે એડમિટ કાર્ડ આગળ જારી કરવામાં આવશે. આ પરીક્ષા દેશ અને વિદેશના 300 થી વધુ કેન્દ્રો પર લેવામાં આવશે.
NTA દ્વારા CUET UGનું બે તબક્કામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કાની પરીક્ષા 15 થી 20 જુલાઈ, 2022 દરમિયાન યોજાઈ હતી. જેમાં લગભગ 8 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તે જ સમયે, લગભગ 6 લાખ વિદ્યાર્થીઓ ફેઝ-2માં ભાગ લેવાના છે. NTAએ નોટિસ જારી કરી હતી
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એડમિટ કાર્ડ અંગે નોટિસ જારી કરી હતી. NTA એ માહિતી આપી હતી કે CUET UG ફેઝ-2 પરીક્ષા માટે એડમિટ કાર્ડ 02 ઓગસ્ટ, 2022 ના રોજ સવારે 10 વાગ્યે જારી કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ અન્ય પરીક્ષાઓને ટાંકીને તારીખમાં ફેરફારની માંગ કરી હતી, તેમની પરીક્ષાઓ 12, 13 અને 14 ઓગસ્ટ, 2022માં શિફ્ટ કરવામાં આવી છે.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો?
- સૌપ્રથમ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in ની મુલાકાત લે.
- હવે અહીં સ્ટુડન્ટ લોગીન વિભાગ પર જાવ.
- અરજી નંબર અને જન્મ તારીખ જેવી વિનંતી કરેલ માહિતી દાખલ કરીને અહીં લોગિન કરો.
- હવે તમારું એડમિટ કાર્ડ ફ્રન્ટ સ્ક્રીન પર દેખાશે.
- તેને તપાસો અને ડાઉનલોડ કરો અને વધુ જરૂરિયાત માટે તેની પ્રિન્ટ આઉટ લો.
Education Loan Information:
Calculate Education Loan EMI