શોધખોળ કરો

CUET-UG 2023: કોમન યૂનિવર્સિટી એંટ્રન્સ ટેસ્ટના બીજા તબક્કા માટે થયા અધધ 14 લાખ રજીસ્ટ્રેશન

યુજીસીના ચેરમેન એમ જગદેશ કુમારે આપી માહિતી

CUET-UG 2023: આ વર્ષે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે લગભગ 14 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. યુજીસીના ચેરમેન એમ જગદેશ કુમારે માહિતી આપી છે કે CUET-UGની બીજી આવૃત્તિ માટે લગભગ 14 લાખ અરજીઓ મળી હતી. જે ગયા વર્ષ કરતાં 41 ટકા વધુ છે. BHU અને અલ્હાબાદ યુનિવર્સિટી પછી દિલ્હી યુનિવર્સિટીએ સૌથી વધુ સંખ્યામાં CUET-UG અરજીઓ મેળવી છે. તેમણે કહ્યું હતું કે, CUET-UG માટે સૌથી વધુ અરજીઓ ઉત્તર પ્રદેશમાંથી મળી છે.

યુજીસીના ચેરમેન એમ જગદેશ કુમારના જણાવ્યા પ્રમાણે, ઉત્તર પ્રદેશ બાદ સૌથી વધુ અરજી દિલ્હી અને બિહારના વિદ્યાર્થીઓ પાસેથી મળી છે.

આ વર્ષે અંડર ગ્રેજ્યુએટ યુનિવર્સિટી ટેસ્ટ 21 થી 31 મે 2023 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા માટેની સિટી સ્લિપ 30મી એપ્રિલે જારી કરવામાં આવશે. CUET UG 13 ભાષાઓમાં હાથ ધરવામાં આવશે- આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દેશમાં લગભગ 1,000 પરીક્ષણ કેન્દ્રોની ઓળખ કરી છે, જ્યાં દરરોજ પરીક્ષા માટે મોટી સંખ્યામાં પરીક્ષણ કેન્દ્રોનો ઉપયોગ કરવામાં આવશે. દેશભરની કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય સહભાગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે આ પરીક્ષાનું રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવે છે.

CUET-UG Exam 2023: હવે બે નહીં પણ ત્રણ શિફ્ટમાં આયોજીત થશે પરીક્ષાઓ

CUET UG Exam: યુનિવર્સિટી ગ્રાંટ કમિશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી ગ્રાંટ કમિશનના ચેરમેને નિર્ણય લીધો છે કે, હવેથી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડર ગ્રેજ્યુએટ (CUET UG) બેને બદલે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. અગાઉ યુજીસીએ ગયા વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે, તમામ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ પ્રવેશ સામાન્ય પ્રવેશ પરીક્ષા દ્વારા હાથ ધરવામાં આવશે.

યુજીસીના અધ્યક્ષ એમ. જગદેશ કુમારે એક ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ હવે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. તેમજ JEE અને NEET જેવી મહત્વની પ્રવેશ પરીક્ષાઓ સાથે તેને મર્જ કરવાની યોજના ઓછામાં ઓછા બે વર્ષ અગાઉ જાહેર કરવામાં આવશે. યુજીસીના અધ્યક્ષે માહિતી આપી હતી કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ બાબત સુનિશ્ચિત કરવા માટે સજ્જ છે કે, CUET-UGની બીજી આવૃત્તિ ભૂલ-મુક્ત છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગત વખતે પરીક્ષા દરમિયાન ઘણી ખામીઓ સામે આવી હતી, પરંતુ આ વર્ષે તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે. વિદ્યાર્થીઓના અનુભવને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમે ખાતરી આપવા માટે તૈયાર છીએ કે, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ નહીં થાય. વિદ્યાર્થીઓએ માત્ર તેમની પરીક્ષાની જ ચિંતા કરવી.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget