Jobs: એન્જિનીયરિંગની ડિગ્રી ધરાવો છો ? તો NPCILની આ મોટી ભરતી માટે કરો અરજી, મળશે 56,000 સેલેરી
ન્યૂક્લિયર પાવર કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં એક્ઝિક્યૂટિવ ટ્રેઇનીની પૉસ્ટ માટે અરજીઓ હજુ શરૂ થઈ નથી.

NPCIL Recruitment 2023: જો તમે સરકારી નોકરીની શોધમાં છો, અને હજુ સુધી તે નથી મળી શકી, તો ચિંતા નહીં.. કેમ કે હવે સરકારી ક્ષેત્રમાં એક મોટી બમ્પર ભરતી બહાર પડી છે. એન્જિનિયરિંગના ગ્રેજ્યૂએટ ઉમેદવારો માટે નોકરી મેળવવાની એક ઉત્તમ તક સામે આવી છે. ન્યૂક્લિયર પાવર કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે એક્ઝિક્યૂટિવ ટ્રેઇનીની જગ્યાઓ માટે ભરતીનું નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની ઇચ્છા ધરાવતા હોય તેઓ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. અરજીઓ માત્ર ઓનલાઈન હશે, જેના માટે ઉમેદવારોએ NPCILની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે, જેનું એડ્રેસ છે – npcilcareers.co.in.
આ છે છેલ્લી તારીખ -
ન્યૂક્લિયર પાવર કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં એક્ઝિક્યૂટિવ ટ્રેઇનીની પૉસ્ટ માટે અરજીઓ હજુ શરૂ થઈ નથી. અરજીઓ આવતીકાલથી એટલે કે 11મી એપ્રિલ 2023થી શરૂ થશે, અને તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28મી એપ્રિલ 2023 છે. આ દરમિયાન નિયત ફોર્મેટમાં ફોર્મ ભરી શકો છો. 28 એપ્રિલના સાંજે 4 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે.
ખાલી જગ્યાઓની વિગત
ન્યૂક્લિયર પાવર કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં જાહેર કરાયેલ પૉસ્ટની વિગતો નીચે મુજબ છે.
કુલ પદો – 325
મિકેનિકલ – 123 પદ
ઇલેક્ટ્રિકલ – 57 પદ
સિવિલ – 45 પદ
ઇન્સ્ટૂમેન્ટેશન – 25 પદ
ઇલેક્ટ્રૉનિક – 25 પદ
કેમિકલ – 50 પદ
કોણ અરજી કરી શકે છે -
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે સંબંધિત યૂનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથેની BE, B.Tech, B.Sc, M.Techની ડિગ્રી હોવી જરૂરી છે. આ સાથે એ પણ જરૂરી છે કે, ઉમેદવારે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યૂએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે GATE પરીક્ષા પાસ કરી હોવી જોઇએ. GATE 2021, 2022 અથવા 2023 ત્રણેય વર્ષના સ્કૉર ગણવામાં આવશે.
આ માટે વય મર્યાદા 18 થી 26 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમરની ગણતરી 28 એપ્રિલ 2023થી કરવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.
કેવી રીતે થશે પસંદગી
GATE સ્કૉર અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂના આધારે આ પૉસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જોકે, પરીક્ષા આપવાની રહેશે નહીં. અરજી ફીની વાત કરીએ તો, અરજી ફી 500 રૂપિયા છે. મહિલા, SC, ST, PWD ઉમેદવારોએ ફી ભરવાની જરૂર નથી. જો તમે પસંદ થાઓ છો, તો તમને દર મહિને 56,000 રૂપિયાનો પગાર મળશે.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
