Govt Job : છટણી વચ્ચે આ કંપનીએ ખોલ્યા આશાના દ્વાર, કરશે બંપર પદો પર ભરતી
BELની આ પોસ્ટ્સ ગાઝિયાબાદ એકમ માટે છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે તેઓ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકે છે
BEL Engineer Recruitment 2023: ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ એન્જિનિયરિંગ યુવાનો માટે સરકારી નોકરી મેળવવા માટે એક મોટી તક લઈને આવ્યું છે. અહીં પ્રોજેક્ટ એન્જિનિયર અને ટ્રેઇની એન્જિનિયરની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતા હોય તેઓ છેલ્લી તારીખ પહેલા ઉલ્લેખિત ફોર્મેટમાં અરજી કરી શકે છે. એ પણ જાણી લો કે આ ખાલી જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે.
આ વેબસાઇટ પરથી ફોર્મ ભરો
BELની આ પોસ્ટ્સ ગાઝિયાબાદ એકમ માટે છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે તેઓ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકે છે, જેનું સરનામું છે – bel-india.in. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે.
ખાલી જગ્યા વિગતો
આ ભરતી અભિયાન દ્વારા કુલ 38 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી ટ્રેઇની એન્જિનિયરની 12 જગ્યાઓ અને પ્રોજેક્ટ એન્જિનિયરની 26 જગ્યાઓનો સમાવેશ થાય છે. માન્યતાપ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી BE, B.Tech અથવા કોમ્પ્યુટર સાયન્સમાં સમકક્ષ અભ્યાસક્રમ ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટ માટે, ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ ધરાવતા એન્જિનિયરિંગ ઉમેદવારોએ જ ફોર્મ ભરવાનું રહેશે.
વય મર્યાદા અને પગાર શું?
આ પોસ્ટ્સ માટે અરજી કરવાની વય મર્યાદા પોસ્ટ અનુસાર છે. ટ્રેની એન્જિનિયરની પોસ્ટ માટે વધુમાં વધુ 28 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. જ્યારે મહત્તમ 30 વર્ષ સુધીના ઉમેદવારો પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટ માટે ફોર્મ ભરી શકે છે.
પસંદગી થયા બાદ ઉમેદવારોને પોસ્ટ અનુસાર પગાર પણ મળશે. ટ્રેઇની એન્જિનિયરનો પગાર દર મહિને રૂ. 30,000 છે. જ્યારે પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટ માટે પગાર 40,000 રૂપિયા પ્રતિ માસ છે.
કેવી રીતે થશે પસંદગી?
આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. પહેલા લેખિત કસોટી લેવામાં આવશે. તેમાં પાસ થનાર ઉમેદવારો જ ઇન્ટરવ્યુ માટે જશે. અન્ય કંઈપણ વિશે કોઈપણ વિગતો જાણવા માટે તમે વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચનાને સીધી જ ચકાસી શકો છો. તમે સૂચના જોવા માટે આ સીધી લિંકની મુલાકાત પણ લઈ શકો છો.
Education Loan Information:
Calculate Education Loan EMI