(Source: ECI/ABP News/ABP Majha)
HPCL Jobs 2023: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં નોકરીનો મોટો મોકો, આ રીતે કરો અરજી
HPCL Jobs 2023: આ પદો પર પસંદગી પરીક્ષાના અનેક તબક્કા પસાર કર્યા બાદ કરવામાં આવશે.
HPCL Recruitment 2023 Registration: જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી કરવા માંગો છો, તો તમે આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો. અહીં મિકેનિકલ એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર અને કેમિકલ એન્જિનિયર જેવી વિવિધ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારોએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું છે – hindustanpetroleum.com.
કોણ અરજી કરી શકે છે
આ પોસ્ટ્સ માટે અરજી કરવાની યોગ્યતા અને વય મર્યાદા પદ મુજબ અલગ અલગ છે. દરેક પોસ્ટ વિશે અલગ-અલગ અને વિગતવાર માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી નોટિસને ચેક કરો. આ માટે તમારે ઉપર દર્શાવેલ વેબસાઈટ પર જવું પડશે.
આ રીતે થશે પસંદગી
આ પદો પર પસંદગી પરીક્ષાના અનેક તબક્કા પસાર કર્યા બાદ કરવામાં આવશે. જેમ કે પહેલા કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ, પછી ગ્રુપ ટાસ્ક, પર્સનલ ઈન્ટરવ્યુ વગેરે હશે. લૉ ઑફિસર અને લૉ ઑફિસર-એચઆરની પોસ્ટ માટે મૂટ કોર્ટની પરીક્ષા પણ આપવી પડશે. પોસ્ટ અનુસાર, પસંદગીની પદ્ધતિ પણ અલગ હોઈ શકે છે.
આ સરળ સ્ટેપ સાથે કરો અરજી
સ્ટેપ 1: અરજી કરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ hindustanpetroleum.com પર જાવ
સ્ટેપ 2: અહીં હોમપેજ પર Careers - Job Openings નામનો વિભાગ શોધો અને તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3: આમ કરવાથી, જે નવા પેજ ખુલશે, તેના પર Recruitment Of Officers 2023-24 નામનો વિભાગ જુઓ અને તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: આ કર્યા પછી, એક નવું પેજ ખુલશે જેના પર તમારે રજીસ્ટ્રેશન કરીને એપ્લિકેશન ભરવાની રહેશે.
સ્ટેપ 5: આ કર્યા બાદ ફી સબમિટ કરો.
સ્ટેપ 6: તે પછી કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.
સ્ટેપ 7: આ વિષય સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે ફક્ત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
નોટિફિકેશન ચેક કરવા આ લિંક પર ક્લિક કરો
અરજી કરવા આ ડાયરેક્ટિ લિંક પર ક્લિક કરો
આ પણ વાંચો
અમદાવાદ જિલ્લાના ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ડ્રોપ આઉટ લીધો, કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર
Education Loan Information:
Calculate Education Loan EMI