GSEB 12th Science Result 2023: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, જાણો કેવી રીતે જોઇ શકશો રિઝલ્ટ?
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વોટ્સેપ પરથી પણ જાણી શકશે
ગાંધીનગરઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જોઇ શકશો. સવારે 9 કલાકથી બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાહેર કરાયું હતું.ધો. 12 સાયન્સની સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વોટ્સએપ પરથી પણ જાણી શકશે. આ માટે 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ જાણી શકાશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 72 હજાર 166 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું 65.32 ટકા પરિણામ આવ્યું હતું.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે જ્યારે હળવદ કેન્દ્રનું 98 ટકાથી વધુ પરિણામ આવ્યું હતું. લીમખેડા કેન્દ્ર છેલ્લા ક્રમે રહ્યું હતું. રાજકોટ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દાંડીયા રાસ લઈને ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ ઝૂમી ઉઠયા હતા.
2022માં ધો.12 સાયન્સમાં 72.02 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં ગુજરાતી માધ્યમનું 65.32 ટકા પરિણામ આવ્યું હતું જે ગત વર્ષ કરતા ઓછું પરિણામ આવ્યું હતું. અમદાવાદના વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે આ વર્ષે અઘરા પેપરને લઈને પરિણામ ધાર્યા કરતાં ઓછું આવ્યું છે. અમે ખૂબ મહેનત કરી પણ પરિણામને લઈને થોડું દુઃખ થયું છે. આ વખતે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી ખૂબ હાર્ડ પેપર હતા.
આ રીતે ચેક કરો પરિણામ
સ્ટેપ- 1: પરિણામ તપાસવા માટે વિદ્યાર્થીઓ પહેલા સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાવ.
સ્ટેપ-2 : તે પછી વિદ્યાર્થી હોમ પેજ પર GSEB પરિણામ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ- 3: હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
સ્ટેપ-4: આ પેજ પર વિદ્યાર્થીઓ તેમનો રોલ નંબર અને અન્ય વિગતો દાખલ કરો.
સ્ટેપ-5: હવે વિદ્યાર્થીનું 12માનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ-6: હવે વિદ્યાર્થીઓ આ પેજ ડાઉનલોડ કરો.
સ્ટેપ-7: અંતે વિદ્યાર્થીઓ આ પેજની પ્રિન્ટ આઉટ લઇ લો.
જિલ્લા પ્રમાણે પરિણામ
અમદાવાદ શહેર- 65.62 ટકા
અમદાવાદ ગ્રામ્ય- 69.92 ટકા
અમરેલી- 67.91 ટકા
કચ્છ- 70.88 ટકા
ખેડા- 53.69 ટકા
જામનગર – 77.57 ટકા
જૂનાગઢ- 70.84
ડાંગ- 58.54 ટકા
પંચમહાલ- 44.91 ટકા
બનાસકાંઠા- 72.41 ટકા
ભરૂચ- 59.34 ટકા
ભાવનગર- 82.51 ટકા
મહેસાણા- 67.66 ટકા
રાજકોટ- 82.49 ટકા
વડોદરા- 65.54 ટકા
વલસાડ- 46.92 ટકા
સાબરકાંઠા- 52.64 ટકા
સુરત- 71.15 ટકા
સુરેન્દ્રનગર-79.21 ટકા
આણંદ- 60.21 ટકા
પાટણ- 66.54 ટકા
નવસારી- 64.61 ટકા
દાહોદ- 29.44 ટકા
પોરબંદર-62.09 ટકા
નર્મદા- 36.99 ટકા
ગાંધીનગર-63.60 ટકા
તાપી- 43.22 ટકા
અરવલ્લી- 56.81 ટકા
બોટાદ- 74.49 ટકા
છોટા ઉદેપુર- 36.17 ટકા
દ્વારકા- 71.05 ટકા
ગીર સોમનાથ- 66.35 ટકા
મહીસાગર- 45.39 ટકા
મોરબી- 83.22 ટકા
Education Loan Information:
Calculate Education Loan EMI