GSEB HSC Result 2023: ધો.12 સામાન્ય પરિણામમાં આ વિષયમાં સૌથી વધુ નાપાસ થયા વિદ્યાર્થીઓ, જાણો ગુજરાતીની શું છે સ્થિતિ
HSC Result 2023: વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઓછું આવ્યું છે. ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા હતું જે આ વર્ષે ઘટીને 73.27 ટકા થઈ ગયું છે.
HSC Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.. જોકે આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઓછું આવ્યું છે. ગત વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા હતું જે આ વર્ષે ઘટીને 73.27 ટકા થઈ ગયું છે. બોર્ડના અધિકારીનું કહેવું છે કે, કોરોનાકાળમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, શાળાઓ બંધ રહી હતી, ઓનલાઇન શિક્ષણ મેળવ્યું હતું અને ગયા વર્ષની સરખામણીએ 58 હજાર બાળકો વધુ હોવાના કારણે પરિણામ પર અસર જોવા મળી છે અને પરિણામની ટકાવારી ઘટી છે. વર્ષ 2022ની સરખામણીએ આ વર્ષે એટલેકે વર્ષ 2023નું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 13 ટકા ઘટયું છે... પરિણામે માત્ર નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા જ વધી છે એવુ નહિ સારું પરિણામ લાવનાર શાળાઓ અને કેન્દ્રની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ઇંગ્લિશ સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 54239 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગુજરાતી ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 34089 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ થયા નાપાસ
- ગુજરાતી ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 34089 વિદ્યાર્થીઓ નાપાસ
- ઇંગ્લિશ ફર્સ્ટ લેન્ગવેજ વિષયમાં 2353 વિદ્યાર્થીઓ નાપાસ
- હિન્દી સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 8473 વિદ્યાર્થીઓ નાપાસ
- ઇંગ્લિશ સેકન્ડ લેન્ગવેજ વિષયમાં 54239 વિદ્યાર્થીઓ નાપાસ
- અર્થશાસ્ત્ર વિષયમાં 38945 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં 22333 વિદ્યાર્થીઓ નાપાસ
- સંસ્કૃત વિષયમાં 27739 વિદ્યાર્થીઓ નાપાસ
- આંકડાશાસ્ત્ર વિષયમાં 27247 વિદ્યાર્થીઓ નાપાસ
- તત્વજ્ઞાન વિષયમાં 29565 વિદ્યાર્થીઓ નાપાસ
- સમાજશાસ્ત્ર વિષયમાં 19303 વિદ્યાર્થીઓ નાપાસ
- મનોવિજ્ઞાન વિષયમાં 18324 વિદ્યાર્થીઓ નાપાસ
- ભૂગોળ વિષયમાં 21687 વિદ્યાર્થીઓ નાપાસ
- એલીમેન્ટ ઓફ એકાઉન્ટ વિષયમાં 28519 વિદ્યાર્થીઓ નાપાસ
- કોમ્પ્યુટર T વિષયમાં 12549 વિદ્યાર્થીઓ નાપાસ
ધો. 12 સામાન્ય પ્રવાહ પરિણામની મોટી વાતો
- ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર
- 477392 વિદ્યાર્થીઓ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે નોંધાયા હતા
- ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ
- ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા પરિણામ જાહેર થયું છે
- 311 શાળાઓનું 100 ટકા પરિણામ
- રાજ્યની 44 શાળાઓનું 10 ટકા કરતા ઓછુ પરિણામ
- 84.59 ટકા પરિણામ સાથે કચ્છ જિલ્લો નંબર વન
- 54.67 ટકા પરિણામ સાથે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ
- 1875 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
- 21,038 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ
- 52,291 વિદ્યાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ
- 83,596 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ
- 1,01, 797 વિદ્યાર્થીઓએ મેળવ્યો C1 ગ્રેડ
- 77,043 વિદ્યાર્થીઓએ મેળવ્યો C2 ગ્રેડ
- 12,020 વિદ્યાર્થીઓએ મેળવ્યો D ગ્રેડ
- સૌથી વધુ પરિણામ 95.85 ટકા સાથે ધાગધ્રાનું છે
Education Loan Information:
Calculate Education Loan EMI