શોધખોળ કરો

ગુજરાત બોર્ડનું ધોરણ-10નું 64.62 ટકા પરિણામ જાહેર, સુરત જિલ્લો પ્રથમ તો દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ

ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.

Gujarat board 10th result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધો. 10નું પરિણામ (SSC Result) જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જાણી શકશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે.

ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું 64.62 ટકા પરિણામ જાહેર. વર્ષ 2022માં 65.18 ટકા પરિણામ આવ્યું હતું. વર્ષ 2022ની સરખામણીએ 0.56 ટકા પરિણામ ઘટયું છે.

પરિણામની મોટી વાતો

- 741411 વિદ્યાર્થીઓએ નોંધાયા હતા તે પૈકી 474893 વિદ્યાર્થીઓ પાસ થયા.

- વિદ્યાર્થિનીઓનું 70.62 ટકા પરિણામ

- સુરત જિલ્લો પ્રથમ

- દાહોદ પરિણામમાં સૌથી નબળું

- 272 શાળાઓનું 100 ટકા પરિણામ

- રાજ્યમા એક પણ માસ કોપિકેસ નોંધાયો નથી

- A 1ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો. ગયા વર્ષે 12090 A 1 ગ્રેડ હતું, જે આ વર્ષે 6111 છે. 

- 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 272 ગયા વર્ષે 294 હતી. 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 121 હતી જે આ વર્ષે 157 છે.

- પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

- સૌથી વધુ બનાસકાંઠા ના કુંભારીયાનું 95.92 ટકા પરિણામ 

- સૌથી ઓછું નર્મદા ના ઉતાવળી કેન્દ્ર નું 11.94 ટકા પરિણામ

- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા.

- સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા.

- 30 ટકા કરતા ઓછુ પરિણામ વાળી શાળા 1084

- ગુજરાતી વિષયમાં 16 ટકા વિધાર્થીઓ નાપાસ થયા.

- જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.  તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે.

- આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે.

ગુજરાત બોર્ડનું ધોરણ-10નું 64.62 ટકા પરિણામ જાહેર, સુરત જિલ્લો પ્રથમ તો દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે જણાવ્યું છે કે માર્ચ-2023માં યોજાયેલી માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર 25 મેના રોજ સવારના 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.

GSEB SSC HSC રિઝલ્ટ આ રીતે કરો ચેક

  • સ્ટેપ-1 રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાઓ
  • સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
  • સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.

વોટ્સ એપ નંબર પર પણ પરિણામ જાણી શકશે

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-2023ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.

623 કેન્દ્રો પર 16.49 લાખ વિદ્યાર્થીઓ આપી પરીક્ષા

રાજ્યના 1 હજાર 623 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ના કુલ 16.49 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી. જેમાં ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સાથે જ જેલમાંથી ધોરણ 10ના 101 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, તો ધોરણ 12ના 56 વિદ્યાર્થીઓ જેલમાંથી પરીક્ષા આપી.

અગાઉના 6 વર્ષના પરિણામની ટકાવારી

2022 - 65.18

2021 - માસ પ્રમોશન

2020 - 60.63

2019 - 66.97

2018 - 67.50

2017 - 68.24

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget