શોધખોળ કરો

Gujarat Exams: આ છે ગુજરાતની મુખ્ય પરીક્ષાઓ, જાણો વિગતે

કારકિર્દી માટે મહત્ત્વની ગણાતી આ વિવિધ પરીક્ષોઓ અંગે અહીં માહિતી આપવામાં આવી છે.

ગુજરાતમાં યુવાનો માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે અને તેના દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં ભરતી થતી હોય છે. રાજયમાં ક્લાસ વન અધિકારી, તલાટી, બેન્ક ઓફિસર, મામલતદાર, પીએસઆઇ, પોલીસ કોન્સ્ટેબલ જેવી નોકરીઓ GPSC, IBPS, ટેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે. રાજ્યમાં મુખ્યત્વે જીપીએસસી અને પંચાયત સેવા પસંદગી બોર્ડ મોટા ભાગની પરીક્ષાઓ લે છે. કારકિર્દી માટે મહત્ત્વની ગણાતી આ વિવિધ પરીક્ષોઓ અંગે અહીં માહિતી આપવામાં આવી છે. જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અથવા જીપીએસસી ગુજરાતમાં વર્ગ-1 અને વર્ગ- તથા આશરે 12 વિભાગોમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષોઓનું આયોજન કરે છે. સીધી ભરતીના કિસ્સામાં પ્રાથમિક કસોટી અને ત્યાર બંધ ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. વર્ગ-1 અને વર્ગ-2ના કિસ્સામાં પ્રાથમિક કસોટી, મુખ્ય લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. આયોગ દ્વારા યોજાત પ્રાથમિક કસોટીમાં હેતુલક્ષી પ્રકારની હોય છે અને તેમાં ઓએમઆર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્ય લેખિત પરીક્ષામાં એક કરતાં વધુ પ્રશ્નપત્ર હોય છે અને વર્ણનાત્મક ઢબે લેવામાં આવે છે. જીપીએસજી ભરતી પરીક્ષાનીની તારીખ સહિતની સંપૂર્ણ માહિતી ગુજરાતના મુખ્ય વર્તમાનપત્રમાં પ્રકાશિત કરે છે. આયોગની વેબસાઈટ પર પણ આ અંગેની સંપૂર્ણ માહિતી મળતી હોય છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ આ મંડળ સરકારના જિલ્લા સ્તરના કર્મચારીઓની ભરતી માટે વિવિધ પરીક્ષાઓનું આયોજન કરે છે. બિનસચિવાલય કલાર્ક, તલાટી, મુખ્યસેવિકા તથા વિવિધ પંચાયત કર્મચારીઓની ભરતી માટે આ મંડળ પરીક્ષાનું આયોજન કરે છે. પરીક્ષાની તારીખ સહિતની માહિતી વિવિધ વર્તમાનપત્રોમાં આપવામાં આવે છે. મંડળની વેબસાઇટ પર તેની માહિતી હોય છે. ઉમેદવારોએ ઓનલાઇન ધોરણે ફોર્મ ભરવા પડે છે અને બીજી તમામ પ્રક્રિયા પણ ઓનલાઇન થાય છે.  શિક્ષકો માટેની સી-ટાટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે. શિક્ષક તરીકે નોકરી કરવા માટે સી-ટાટ (C-TAT) સેન્ટ્રલ ટીચર એલિબિલિટી ટેસ્ટ લેવામાં આવે છે અને તે પરીક્ષમાં પાસ થયેલા ઉમેદવાની શિક્ષક તરીકે સીધી ભરતી થાય છે. CCC (સી.સી.સી.) સરકારી નોકરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે CCC (સી.સી.સી.) પરીક્ષા આપવાની હોય છે, સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને CCC (સી.સી.સી.)ની પરીક્ષાના આયોજન તેમજ સંચાલનની કામગીરી સોંપેલી છે. આ પરીક્ષા આપવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ ccc.gtu.ac.in દ્વારા ફક્ત ઓનલાઇન રજીસ્ટ્રેશનથી જ ફોર્મ ભરી શકાય છે. આ ટ્રિપલ પ્લસની પણ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાનું આયોજન સ્પીપામાં થાય છે. રાજ્ય પોલીસ ભરતી બોર્ડ રાજ્ય પોલીસ ભરતી બોર્ડ પોલીસ વિભાગમાં વિવિધ જગ્યાઓની ભરતી કરવા માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે. પોલીસમાં લોકરક્ષણ દળ, પોલીસ કોન્સ્ટેબલ અને બીજા હોદ્દા માટે આ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા મથકો અને તાલુકા મથકોમાં પરીક્ષા લેવામાં આવતી હોય છે. ઉમેદવારોએ આવી પરીક્ષા માટે પણ ઓનલાઇન ફોર્મ ભરવા પડે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડAnand News : કપડવંજમાંથી ઝડપાયો લાંચિયો અધિકારી, નિવૃત ASIની આણંદ ACBએ કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Embed widget